News Continuous Bureau | Mumbai
મુંબઈ, 13 જાન્યુઆરી 2023: ભારતની સૌથી મોટી અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવરે ગ્રેટર નોઇડામાં હાલ ચાલુ ઓટો એક્ષ્પોમાં હાઇ-ટેક ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સની એની બહોળી રેન્જ પ્રદર્શિત કરી હતી. ટાટા પાવરના બહોળા ચાર્જિંગ નેટવર્ક – EZ (ઇઝી) ચાર્જનું સંચાલન કરતી ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ મુલાકાતીઓને પ્રદાન કરવામાં આવ્યો હતો, જેમાં એવોર્ડવિજેતા અને ઇવી ચાર્જિંગ માટે સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ પૈકીની એક – ટાટા પાવર EZ ચાર્જ સામેલ છે, જે નજીકના ચાર્જિંગ સ્ટેશન શોધવા, ચાર્જિંગ પોઇન્ટની રિયલ-ટાઇમ ઉપલબ્ધતાની જાણકારી અને ચાર્જિંગ સ્ટેટ્સ પર અપડેટ મેળવવા જેવી અન્ય ઘણી જાણકારી મેળવવા કમ્યુટર્સને મદદરૂપ થાય એવી ખાસિયતો દ્વારા યુઝરને સાતત્યપૂર્ણ અનુભવ મળશે. ટાટા પાવરની ઇવી ચાર્જિંગની પહેલ ભારત સરકારની નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન (NEMMP) સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઇન્ટ માટે સરળ સુલભતા સાથે લેટેસ્ટ ટેકનોલોજીકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ માળખું વિકસાવવાનો છે.
ટાટા પાવરના મુંબઈમાં સ્થિત એક પ્રકારના નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC)ને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ સેન્ટર સમગ્ર ભારતમાં ચાર્જિંગ સ્ટેશનોની અસરકારક કામગીરીનું વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થાય છે. NOCને ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવ્યું છે, જે ટાટા પાવરના EZ ચાર્જ સર્વિસીસને સપોર્ટ કરે છે, જે તમામ ઓન-બોર્ડ ચાર્જર્સ સાથે રિયલ-ટાઇમ કમ્યુનિકેશન લિન્ક ધરાવે છે અને ટેક-સંબંધિત સમસ્યાઓની વહેલાસર ઓળખ કરવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત NOC સમસ્યાનાં ઝડપી સમાધાન, બેક-એન્ડ સિસ્ટમ સપોર્ટ અને ચાર્જિંગ માળખાને સારી રીતે જાળવવા માટેનાં સક્રિય આયોજનને વધારાનો ટેકો આપશે. ટાટા પાવરે આગામી 5 વર્ષમાં ઇ-મોબિલિટીની ઝડપી સ્વીકાર્યતાને ટેકો આપવા સમગ્ર દેશમાં અંદાજે 25000 ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજના પણ શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો: ATM કાર્ડ બ્લોક થઈ જાય તો ગભરાશો નહીં, આ ચાર રીતે તમે તેને અનબ્લોક કરાવી શકો છો
શ્રી વિરેન્દ્ર ગોયલે, બિઝનેસ ડેવલપમેન્ટના હેડ, ટાટા પાવરના ઇવી ચાર્જિંગ કહ્યું હતું કે, “ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે માગ સતત વધી રહી છે એટલે સમગ્ર ભારતમાં વ્યાપક ચાર્જિંગ નેટવર્ક ઊભું કરવું મહત્વપૂર્ણ છે. અમે અમારા ઉત્પાદનો અને ટેકનોલોજી પ્રસ્તુત કરીને ખુશ છીએ, જે ટાટા પાવરને ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર બનાવે છે. અમે ભવિષ્યમાં સસ્ટેઇનેબલ મોબિલિટીનો વિચાર કરીને ભારતીય ઉપભોક્તાને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા કટિબદ્ધ રહીશું.”
દિલ્હી એનસીઆરમાં મજબૂત નેટવર્ક ઉપરાંત ટાટા પાવરનું ઇવી ચાર્જિંગ નેટવર્ક મુંબઈ, ગોવા, સુરત, ચંદીગઢ, હૈદરાબાદ, પૂણે અને બેંગાલુરુમાં કામગીરી સાથે બહોળું છે. ટાટા પાવરની ઇન્ટરસિટી અને ઇન્ટરસ્ટેટ ઇવીની સઘન સુવિધા ભારતના હાલના નેશનલ હાઇવેના 60 ટકાથી વધારે પર છે. આ ભારતના સૌથી લાંબા અને સૌથી વધુ વ્યસ્ત હાઇવે પર કામગીરી ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો: ગોદરેજ એગ્રોવેટ ઇન્ડિયન પામ ઓઇલ સસ્ટેઇનેબિલિટી (આઇપીઓએસ) માળખા અંતર્ગત ઇન્ડિયન ઓઇલ પામ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ કંપની બની
Join Our WhatsApp Community