News Continuous Bureau | Mumbai
જે બાઈક અત્યાર સુધી રસ્તાઓ પર ચાલતી હતી, તે હવે ટૂંક સમયમાં આકાશમાં ઉડતી જોવા મળશે. આકાશમાં ઉડતી બાઇકનું ( Flying Motorcycle ) બુકિંગ શરૂ થઇ ગયું છે. અમેરિકન એવિએશન કંપની જેટપેકે વિશ્વની પ્રથમ ઉડતી બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. આ બાઇકમાં 8 પાવરફુલ જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇક 30 મિનિટમાં 96 કિમીની મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. આવો જાણીએ આ બાઇક વિશે..
વિશ્વની પ્રથમ ઉડતી બાઇક: ડિઝાઇન
બાઇકની મૂળ ડિઝાઇનમાં ચાર જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની અંતિમ ડિઝાઇનમાં આઠ જેટ એન્જિન દેખાશે. એટલે કે ચારેય ખૂણે બે જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. જે બાઈક સવારની સુરક્ષા કરી શકશે. આ બાઇક 136 કિગ્રા સુધીના બાઇક રાઇડર સાથે 250 કિલો સુધીનું વજન વહન કરી શકશે.આ ઉડતી બાઇક હવામાં 250mph (400 km/h)ની ઝડપે ઉડી શકશે.
આ બાઇકને હવામાં ઉડવા માટે ફાઇટર જેટમાં ફ્લાય-બાય-વાયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે હેન્ડગ્રિપમાંના બટનો દ્વારા નિયંત્રિત થાય છે. જેમાં એક બટન ટેક ઓફ અને લેન્ડ કરવાનું છે. તો બીજું બટન ઊંચાઈ પર ઝડપ વધારવાનું છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે V/S ઠાકરે… ભીમશક્તિ, શિવશક્તિ આવ્યા એકસાથે.. શિંદે જૂથની શિવસેનાએ આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન
આ બાઈક બનાવનારી Jetpack Aviation એ આ બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 3.15 કરોડ રૂપિયા રાખી છે. આ બાઇક આગામી બે-ત્રણ વર્ષમાં માર્કેટમાં આવી શકે છે.
આ વર્ષે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો યોજાશે. વાહન ઉત્પાદક અસ્કા તેની કાર (ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર) રજૂ કરવા જઈ રહી છે. તે 4 સીટર કાર હશે. આ ઇલેક્ટ્રિક ટેક-ઓફ અને લેન્ડિંગ એટલે કે eVTOL વાહન 5 થી 8 જાન્યુઆરી દરમિયાન CSE 2023માં પ્રદર્શિત કરવામાં આવશે. તેની ફ્લાઈંગ રેન્જ 400 કિમી સુધીની હોઈ શકે છે અને તેની ટોપ ફ્લાઈંગ સ્પીડ (ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર) પ્રતિ કલાક 240 કિમી સુધીની હોવાની અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચો : ધનંજય મુંડેની કારનો મોટો અકસ્માત, એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ખસેડવામાં આવશે; જુઓ અકસ્માતગ્રસ્ત કારનો ચોંકાવનારો વીડિયો