WhatsApp Down: વોટ્સએપ થયું ડાઉન, મેસેજિંગ ઠપ્પ, યુઝર્સે ટ્વિટર પર કાઢ્યો બળાપો

યુઝર્સને વોટ્સએપ ચલાવતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

by kalpana Verat
WhatsApp to launch Telegram-like feature Channels heres how it'll work

News Continuous Bureau | Mumbai

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp વિશે સમાચાર છે. વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી ડાઉન છે. જેના કારણે યુઝર્સને વોટ્સએપ ચલાવતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં વોટ્સએપ સેવા ઠપ થઈ ગઈ છે. વોટ્સએપ પર વીડિયો અને સ્ટેટસ ડાઉનલોડ થઇ રહ્યાં નથી. આ સિવાય વીડિયો મોકલવામાં પણ સમસ્યા આવી રહી  છે. જેના કારણે યુઝર્સ ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. 

ટ્વિટર પર ફરિયાદ કરતા એક યુઝરે લખ્યું કે વોટ્સએપ ચેટમાં કોઈ ડાઉનલોડ થઈ રહ્યું નથી. યુઝરે આગળ કહ્યું કે આજે પણ ઈન્ટરનેટ કનેક્શન ફાસ્ટ છે છતાં પણ મને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Tweet:

આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો… વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ, સાઉદી અરબ અને OPEC દેશ ઘટાડશે ઉત્પાદન, આવું છે કારણ..

Join Our WhatsApp Community

You may also like