ટ્વિટર એક એવું પ્લેટફોર્મ છે જેમાં માત્ર બે લીટીમાં પોતાની વાત આટોપી લેવાની હોય છે. આ યુનિક ફીચરને કારણે ટ્વિટર વિશ્વભરમાં પ્રખ્યાત છે. હવે ટ્વિટર નો સંચાર એલન મસ્કના હાથમાં આવ્યો છે. આથી ટ્વિટર પોતાની કામ કરવાની પદ્ધતિમાં સમૂળગું પરિવર્તન લાવી રહ્યું છે.
અક્ષરોની સંખ્યા માં બદલાવ…
એલન મસ્ક એ ટ્વીટર પર લોકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે ટ્વિટર પર પોતાના હેન્ડલ પર રજૂ થતા કમ્યુનિકેશનમાં અક્ષરોની સંખ્યા વધારવા જઈ રહ્યું છે. આ મુજબ આવનારા દિવસોમાં લોકો ચાર હજાર અક્ષરો સુધી ટ્વીટ કરી શકશે.
એલન મસ્ક ની આ જાહેરાત બાદ અનેક લોકો અચંબામાં છે. લોકોનું માનવું છે કે twitter પોતાની આગવી છટા ખોઈ બેસશે. આટલું જ નહીં હવે ટ્વિટર પર નિબંધો અને લાંબા કોમ્યુનિકેશન ને સ્થાન મળશે. એટલે કે ટ્વિટર વેબસાઇટ જેવું કામ કરશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : શું આજે તમે ગાડી લઈને બહાર નીકળવાનો વિચાર કરો છો? તો આ સમાચાર વાંચી લ્યો. G 20 Summit ને કારણે આજે મુંબઇ શહેરમાં ટ્રાફિક ડાઇવર્ઝન છે.