News Continuous Bureau | Mumbai
ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને તેઓ ઈચ્છે છે કે તેમની મુસાફરી આરામદાયક હોય. પરંતુ ટ્રેનમાં અવારનવાર ખોટા સમયે ટીકીટ ચેકીંગ, સીટ બાબતે મુસાફરોની અવરજવરથી લોકો પરેશાન થાય છે. મુસાફરોને થતી અગવડોને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઈન્ડિયન રેલવેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે..
નવા નિયમો મુજબ કોઈપણ વ્યક્તિ મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકશે નહીં. કોઈપણ મુસાફર મોડી રાત સુધી પોતાના મોબાઈલ પર મ્યુઝિક વગાડી શકશે નહીં અને મોડી રાત સુધી લાઈટો ચાલુ રાખી શકશે નહીં. 10 વાગ્યા પછી પણ વ્યક્તિ તેના મોબાઈલ પર મોટા અવાજ થી વાત કરી શકશે નહીં. ઈન્ડિયન રેલવેએ આ 5 નિયમો નક્કી કર્યા છેઃ-
આ સમાચાર પણ વાંચો : બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો…
ઈન્ડિયન રેલવેના નવા નિયમો
- તમારી સીટ, કમ્પાર્ટમેન્ટ અથવા કોચમાં કોઈ પણ મુસાફર મોબાઈલ પર મોટા અવાજથી વાત નહીં કરી શકે.
- કોઈ પણ મુસાફર મોટા અવાજથી ગીતો પણ નહીં સાંભળી શકે.
- TTE 10 વાગ્યા પછી મુસાફરની ટિકિટ ચેક કરી શકશે નહીં. આ સમયમાં મુસાફર શાંતિથી સૂઈ શકશે.
- રાત્રે 10 વાગ્યા પછી પણ કોઈ મુસાફર લાઈટ ચાલુ નહીં કરી શકે
- ટ્રેનમાં 10 વાગ્યા પછી ભોજન પીરસી શકાશે નહીં.
મોટા અવાજની ફરિયાદ ઉપરાંત રાત્રે લાઇટ ચાલુ રહેતી હોવાની પણ લોકો ફરિયાદ કરે છે. નવા નિયમ મુજબ, રાત્રિના સમયે મુસાફરી કરતી વખતે નાઈટ લાઈટ સિવાયની તમામ લાઈટો બંધ કરવી પડશે. આવી ફરિયાદ મળવા પર કાર્યવાહી થઈ શકે છે.મુસાફરો તરફથી એવી ફરિયાદો પણ ઉઠી છે કે ટ્રેનમાં કામ કરતા સપોર્ટ સ્ટાફ પણ રાતભર ફોન પર મોટેથી વાત કરે છે, જેના કારણે મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેથી જ ચેકીંગ સ્ટાફ, આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સ્ટાફ અને મેઈન્ટેનન્સ સ્ટાફ રાત્રે શાંતિથી કામ કરશે. આ પહેલાં રેલ્વેએ તાજેતરમાં ટ્રેનોની અંદર લિનન, ધાબળા અને પડદા આપવાનું ફરી શરૂ કરવાના આદેશો જારી કર્યા હતા.
આ નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો
રેલવેએ આગની ઘટનાઓ સામે સાવચેતી તરીકે મુસાફરોને રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ટ્રેનોમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાથી રોકવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, ટ્રેનના કોચમાં દારૂ પીવા, ધૂમ્રપાન કરવા અથવા કોઈપણ જ્વલનશીલ વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી અને તે ભારતીય રેલ્વેના નિયમોની વિરુદ્ધ છે.
Join Our WhatsApp Community