News Continuous Bureau | Mumbai
Aloo Samosa Recipe: વરસાદની સિઝન શરૂ થતાં જ ચા સાથે મસાલેદાર ખાવાની તલપ પણ તીવ્ર થવા લાગે છે. જો તમે પણ આ ચોમાસામાં ઘરે આવેલા મહેમાનોને ચા (Tea) સાથે કંઈક સ્વાદિષ્ટ પીરસવા માંગતા હોવ તો આ ટેસ્ટી આલુ સમોસાની રેસીપી ટ્રાય કરો. આલુ સમોસા રેસીપી(Recipe) બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ તે ખાવામાં સ્વાદિષ્ટ છે. તમે સાંજના નાસ્તામાં ચા સાથે ગ્રેન કે આમલીની ચટણી સાથે આલુ સમોસા સર્વ કરી શકો છો.
આલુ સમોસા(Aloo Samosa) બનાવવા માટેની સામગ્રી-
-1/2 કિલો બટાકા
કણક માટે-
-1/2 કિલો લોટ
-50 (ml.) ઘી અથવા તેલ
-5 ગ્રામ અજવાઈન
– મીઠું
-પાણી
– તળવા માટે તેલ
સમોસાને ટેમ્પર કરવા માટે-
-50 ml. ઘી
-5 ગ્રામ જીરું
-5 ગ્રામ હળદર
-10 ગ્રામ કોથમીર
-100 ગ્રામ લીલા વટાણા
-10 ગ્રામ ચાટ મસાલા પાવડર
-5 ગ્રામ વરિયાળી
– 3 ગ્રામ લાલ મરચું
-10 ગ્રામ લીલા મરચા
-10 ગ્રામ આદુ
– 10 ગ્રામ લસણ
-1 લીંબુ
-5 ગ્રામ ગરમ મસાલો
-25 ગ્રામ કાજુ
– મીઠું સ્વાદ અનુસાર
આ સમાચાર પણ વાંચો: Shahrukh khan જાણો કેમ ‘જવાન’ ના પ્રિવ્યુ ને જોઈ લોકો એ એટલી ની કહ્યો ‘કોપી પેસ્ટ નો માસ્ટર’, સોશિયલ મીડિયા યુઝર્સે શેર કર્યા પુરાવા
આલુ સમોસા બનાવવાની રીત-
આલુ સમોસા બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટાને છોલીને સારી રીતે મેશ કરી લો. હવે લીલાં મરચાં, લસણ, આદુ અને કોથમીર કાપીને બાજુ પર રાખો. કણક માટે રાખવામાં આવેલી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી, થોડા પાણીની મદદથી લોટ બાંધો અને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દો. હવે સમોસાના આકાર પ્રમાણે કણકને નાના-નાના ભાગોમાં વહેંચો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને જીરું શેક્યા પછી તેમાં લસણ નાખીને સાંતળો. આ પછી, બાકીની સામગ્રીને પાંચ મિનિટ માટે ફ્રાય કરો. હવે આ મસાલાને બટાકા સાથે મિક્સ કરો. હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો, બાદમાં તેને તેલ લગાડી વેલણ વડે વણી ને લંબગોળ આકારમાં વાળી લો, હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો, પછી એક ભાગમાં જ્યાં કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો, હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો, આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો. આ પછી, આ સમોસાને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તૈયાર છે તમારા ટેસ્ટી આલુ સોમોસા. તમે તેને ફુદીના અથવા આમલીની ચટણી સાથે સર્વ કરી શકો છો.