Site icon News Continuous Bureau | Mumbai

Aloo Tikki Burger : આ રીતે 10 મિનિટમાં ઘરે બનાવો રેસ્ટોરાં જેવું આલુ ટિક્કી બર્ગર, સરળ છે રેસિપી..

Aloo Tikki Burger : દરેક વ્યક્તિને બર્ગર ખાવાનું પસંદ હોય છે. તેને બનાવવા માટે, બટેટા અને વટાણામાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને બર્ગર બનમાં મૂકવામાં આવે છે. ફટાફટ નોંધી લો આ સરળ રેસિપી.

Aloo Tikki Burger How to make crispy aloo tikki burger at home

Aloo Tikki Burger How to make crispy aloo tikki burger at home

News Continuous Bureau | Mumbai 

Aloo Tikki Burger : બાળકો (Kids) હોય કે મોટા, દરેકને સાંજે થોડી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા પરિવાર માટે મસાલેદાર નાસ્તા (Snacks) નો વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે આ સ્ટ્રીટ સ્ટાઈલ ( Street Style ) આલુ ટિક્કી બર્ગરની ( Aloo Tikki Burger ) રેસીપી ( Recipe ) અજમાવી શકો છો. બર્ગર (Burger) એક સ્ટ્રીટ ફૂડ(street Food) છે જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ગમે છે. આ રેસીપી ની ખાસિયત એ છે કે તે ટેસ્ટી હોવા ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ ટેસ્ટી આલુ ટિક્કી બર્ગર કેવી રીતે બનાવવું.

Join Our WhatsApp Channel

આલુ ટિક્કી બર્ગર ( Aloo Tikki Burger ) બનાવવા માટેની સામગ્રી-

-1 બર્ગર બન
-1/4 કપ બાફેલા વટાણા
-1/4 કપ બાફેલા બટાકા
-1/2 કપ મેંદાની સ્લરી
-1 લેટસ પત્તા
-1/2 કપ બ્રેડ ક્રમ્બ્સ
-4-5 ઓનિયન રિંગ્સ
-2-3 ટામેટાંના ટુકડા
– મીઠું સ્વાદ મુજબ
-1/4 ચમચી કાળા મરી
-1/4 ચમચી લાલ મરચું
-1/2 ચમચી ધાણા પાવડર
-2 ચમચી મેયોનેઝ
-2 ચમચી ટમેટાની ચટણી
-1/2 ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ

આ સમાચાર પણ વાંચો :Macaroni soup : ગાજર અને ટામેટા સૂપ થી કંટાળ્યા છો? તો ટ્રાય કરો આ ટેસ્ટી અને હેલ્થી સૂપ.. નોંધી લો રેસિપી..

આલુ ટિક્કી બર્ગર કેવી રીતે ( Recipe  ) બનાવશો-

આલૂ ટિક્કી બર્ગર બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં બાફેલા બટેટા, વટાણા, આદુ લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું, જીરું પાવડર, ધાણા પાવડર નાખી બધું બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી ટીક્કી બનાવો, તેને મેંદાની સ્લરીમાં બોળી, બ્રેડ ક્રમ્બ્સમાં કોટ કરો અને તેલમાં તળી લો. હવે મેયોનીઝ અને ટોમેટો સોસને એકસાથે મિક્સ કરો. એક બર્ગર બન લો, વચ્ચેથી કાપી લો. બાદમાં બંને બાજુ મેયોનીઝ અને કેચપ પેસ્ટ લગાવો, લેટસનું પાન મૂકો અને તેના પર ટિક્કી મૂકો. ટિક્કીની ટોચ પર ઓનિયન રિંગ્સ અને ટામેટાંના ટુકડા મૂકો અને બનનો બીજો ભાગ મૂકો. તૈયાર છે તમારું ટેસ્ટી આલૂ ટિક્કી બર્ગર.

Tulsi Vivah Prasad તહેવારની મીઠાશ વધારશે આ ખાસ વાનગી તુલસી વિવાહ પર કેસર અને ગોળથી તૈયાર કરો આ સ્વાદિષ્ટ ફરાળી ખીર
Sugar Free Amla Jam Recipe બજારના કેમિકલવાળા જામ ભૂલી જશો! ઘરે જ બનાવો હેલ્ધી શુગરફ્રી આમળાનો જામ, બાળકો પણ હોંશેહોંશે ખાશે
Winter Soup Recipes શિયાળાની સાંજે બનાવો આ 5 પ્રકારના વેજીટેબલ સૂપ સ્વાદની સાથે મળશે આરોગ્ય
Moongdal Palak Chilla Recipe હેલ્ધી નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ પ્રોટીનથી ભરપૂર મૂંગદાળપાલક ચીલા, જાણો ઘરે સરળતાથી બનાવવાની સંપૂર્ણ રીત અને ફાયદા
Exit mobile version