News Continuous Bureau | Mumbai
ઠંડીની સિઝનમાં પનીર મસાલાની સબ્ઝ ખાવાની મજા આવે છે. પનીર મસાલા અનેક લોકોને પસંદ આવે છે. પનીર મસાલા ઢાબા સ્ટાઇલમાં તમે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની મજા આવે છે. શિયાળાની સિઝનમાં આ શાક ખાવાની મજા આવે છે. પનીર મસાલાને તમે ટેસ્ટી બનાવવા ઇચ્છો છો તો આ રીત નોંધી લો. પનીરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. આ શાક બનાવતા બહુ વધારે સમય લાગતો નથી અને તમે ઝડપથી ઘરે બનાવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પનીર મસાલા.
સામગ્રી
2 કપ પનીર ક્યૂબ્સ
1/4 ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચું
1/4 ચમચી ગરમ મસાલો
એક ચમચી આદુ લસણની પેસ્ટ
એક ચમચી દેસી ઘી
ઢાબા મસાલા માટે
બે ચમચી આખા ધાણાં
1/4 ચમચી કાળા મરી
1/4 ચમચી ગરમ મસાલો
એક ચમચી આદુ લસણની પેસ્ટ
એક ચમચી દેસી ઘી
આ સમાચાર પણ વાંચો: ઉતરાયણ પર બનાવો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી જે બાળકો અને વડીલો દરેક ને પસંદ આવશે
ઢાબા મસાલા માટે બે ચમચી આખા ધાણાં
1/4ચમચી કાળા મરી
3 થી 4 લવિંગ
2 ઇલાયચી
અડધી ચમચી વરિયાળી
એક ચમચી જીરું
1/2 તજનો ટુકડો
કરી માટે
1/2 કપ દહીં
એક ડુંગળી
બે ટામેટા
એક ચમચી આદુ-લસણની પેસ્ટ
એક ચમચી લાલ મરચું
1/4 ચમચી ગરમ મસાલો
એક ચમચી કસૂરી મેથી
એક ચમચી જીરું
કોથમીર
એક ટુકડો તજ
બે ચમચી દેસી ઘી
બે ચમચી તેલ
આ સમાચાર પણ વાંચો: ઉત્તરાયણ પર તલની ચિક્કી નહીં લાડુ બનાવો, રીત એકદમ સરળ છે અને બધાને ભાવશે
બનાવવાની રીત પનીર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ બાઉલ લો અને એમાં પનીર ક્યૂબ્સ નાંખો પછી આમાં લાલ મરચું, ગરમ મસાલો, હળદર, આદુ-લસણની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું નાંખીને મિક્સ કરી લો. આ પનીરને અડધો કલાક માટે રહેવા દો.
એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં પનીર નાંખીને ફ્રાય કરીને અલગ મુકી દો. હવે એક કડાઇ લો અને એમાં જીરું, કાળા મરી, ધાણાં, લવિંગ, ઇલાયચી, તજ અને વરિયાળી નાંખીને ડ્રાય રોસ્ટ કરી લો. મસાલામાંથી સ્મેલ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.મિક્સરમાં આ મસાલાને પીસી લો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં પનીર નાંખીને ફ્રાય કરીને અલગ મુકી દો. હવે એક કડાઇ લો અને એમાં જીરું, કાળા મરી, ધાણાં, લવિંગ, ઇલાયચી, તજ અને વરિયાળી નાંખીને ડ્રાય રોસ્ટ કરી લો. મસાલામાંથી સ્મેલ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો. મિક્સરમાં આ મસાલાને પીસી લો. હવે એક કડાઇ લો અને એમાં બે ચમચી દેસી ઘી, બે ચમચી તેલ નાંખીને ગરમ કરી લો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, લવિંગ, ઇલાયચી અને તજ નાંખીને શેકી લો. પછી આમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાંખો અને થવા દો. તૈયાર કરેલો મસાલા પાવડર, લાલ મરચું, હળદર અને મીઠું નાંખીને મિક્સ કરી લો.ધીમો ગેસ રાખો અને ટામેટા નાંખો. પછી દહીં નાંખીને સારી રીતે ગ્રેવી બનાવી લો. ગ્રેવીમાં તેલ છૂટે ત્યાં સુધી થવા દો અને પછી જરૂર મુજબ પાણી નાંખો. ગ્રેવી થોડી થવા આવે ત્યારે પનીર નાંખો અને થવા દો. હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર મસાલા.
Join Our WhatsApp Community