News Continuous Bureau | Mumbai
લીલા લસણના ટોઠા :
ટોઠા ૧ વાટકી, તુવેર ૧ વાટકી, 500 ગ્રામ જેટલું સમારેલ લીલું લસણ(વધુ લસણ પણ લઈ શકાય ), ઝીણી સમારેલી ડુંગળી ૩ વાટકી, ટામેટાની પ્યુરી ૨ વાટકી, આદુ-મરચાની પેસ્ટ ૩ ચમચી, 3-4 ચમચા તેલ, ચપટી હીંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું કેમ કે આદુ મરચાની પેસ્ટ પણ આવશે, ¼ ચમચી ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ.
લીલા લસણના ટોઠાની રીત :
તુવેરને ધોઈને ૫ કલાક પલળવા દો. કૂકરમાં ગ્લાસ પાણી અને મીઠુ નાંખી તુવેરને પાંચ એક સીટી વાગે ત્યાં સુધી બફાવા દો. કૂકર ઉતાર્યા ના થોડા સમય બાદ તુવેર બરાબર સોફ્ટ થઈ ગઈ છે કે નહિ તે ચેક કરી લો.ન થઈ હોય તો પાછી એકાદ સીટી વાગવા દો કેમ કે તુવેર નરમ હશે તો ટોઠા ખાવાની મજા આવશે. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ હીંગ અને જીણું સમારેલ લીલું લણસ નાખો. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખી સાંતળો. ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. આ બધુ જ બરાબર સંતળાય એટલે તેમાં ટામેટાની પ્યુરી નાખી દસેક મિનિટ હલાવતા રહો. બધુ બરાબર એકરસ થઈ જાય પછી બાફેલી તુવેરને નાખી બરાબર હલાવો અને તેમાં ગરમ મસાલો, ગોળ, લીંબુ વગેરે સ્વાદાનુસાર ઉમેરો. પસંદ હોય તો તેમાં લીલી ડુંગળી કે કોથમીર નાખો. તમે લસણના ટોઠા બ્રેડ, ઝીણી સેવ અને જલેબી સાથે ગરમા ગરમ પીરસો. છાસ સાથે આરોગો
આ સમાચાર પણ વાંચો: ઢાબા જેવુજ ટેસ્ટી સરસવ નું શાક – સરસો દા સાગ બનાવવાની રીત