News Continuous Bureau | Mumbai
મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો તો બાળકો કે મોટાને જે શાકના ભાવે તે નાખતા પણ સ્વાદીષ્ટ લાગશે તેમજ પોષક તત્વો પણ વેજીટેબલ્સના મળશે. તો ચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીતને જાણીએ.
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
• ઘઉંનો લોટ 174 કપ
• બેસન 1/4 કપ
• સોજી 1/4 કપ
• છીણેલી દૂધી 1/4 કપ
• છીણેલી પાનકોબી 1/2 કપ
• ઝીણું સમારેલું કેપ્સીકમ 4 કપ
• મકાઈ ના દાણા કપ
• આદુ 1/2 ઇંચ + મરચા 2-3 ની પેસ્ટ
• લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
• લીંબુ નો રસ 1 ચમચી
• હળદર 1/2 ચમચી
• લાલ મરચાનો પાઉડર 1 ચમચી
• સફેદ તલ 1+1 ચમચી
• વરિયાળી 1 ચમચી
• તેલ 3+3 ચમચી
• સ્વાદ મુજબ મીઠું
• રાઈ 1 ચમચી
• મીઠા લીમડાના પાન 7-8
આ સમાચાર પણ વાંચો : અલગ જ રીતથી બનાવો ખજૂર-લીંબુની ખાટીમીઠી ચટણી, આંગળાં ચાટતા રહી જશે લોકો..
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ,મકાઈ ના દાણા આખા કે અધ કચરા પીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )
હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા
વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા
આ સમાચાર પણ વાંચો :હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો? તમે જાન્યુઆરીમાં આ સ્થળોએ બરફવર્ષાનો આનંદ માણી શકો છો