Site icon News Continuous Bureau | Mumbai

સ્પેશિયલ રેસીપી: ઉત્તર ગુજરાતમાં ઠંડીમા બનાવવામાં આવતું ડુંગળીયું, જાણો બનાવવાની રીત

ઠંડીમા બનાવવામાં આવતી સ્પેશિયલ રેસીપી એટલે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની પ્રખ્યાત ડુંગળીયા ની સબ્જી

Mehsana famous dungadiyu recipe

ઉત્તર ગુજરાતમાં ઠંડીમા બનાવવામાં આવતું સ્પેસીયલ ડુંગળીયું, જાણો બનાવવાની રીત

News Continuous Bureau | Mumbai

ઠંડીમા બનાવવામાં આવતી સ્પેશિયલ રેસીપી એટલે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની પ્રખ્યાત ડુંગળીયા ની સબ્જી

ડુંગળીયુ રેસીપીના સામગ્રી

Join Our WhatsApp Channel

નાની ડુંગળી 300 ગ્રામ

ટામેટા 300 ગ્રામ 

તેલ 3/4 કપ

તમાલપત્ર 1

સ્ટાર ફૂલ 1

તજ નો 1 નાનો ટુકડો 

લવિંગ 2-3

હિંગ ચમચી

લીલા મરચા 2-3

આદુનો 1/2 ઇંચ ટુકડો

લસણની કળી 8-10 ની પેસ્ટ

લીલું લસણ ઝીણું સમારેલું 100 ગ્રામ / સવા કપ 

હળદર 1/2 ચમચી

લીલી ડુંગળી ઝીણી સુધારેલી 60 ગ્રામ / પોણો કપ

લાલ મરચાનો પાવડર 1 ચમચી

ધાણા જીરું પાવડર 1 ચમચી

સ્વાદ મુજબ મીઠું

ખાટું દહીં 1/3  કપ

 ગોળ 1 ચમચી

આચાર મસાલો / ગરમ મસાલો 1 ચમચી

સીંગદાણા પાવડર 5-6 ચમચી સેવ કે પાપડી નો ભૂકો % કપ

કાજુ ના ટુકડા કપ

લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

આ સમાચાર પણ વાંચો: હવે ટ્વીટ પણ થશે લાંબુંલચક. બે વાક્યોમાં કટાક્ષ ભર્યા શબ્દો નહીં પરંતુ આખે આખો નિબંધ સમાઈ જશે. જાણો ટ્વિટર ની નવી યોજના વિશે.

ડુંગળીયું બનાવવાની રીત

ડુંગળીયું બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને ધોઈ લ્યો. હવે તેને ચાર સરખા ભાગ માં કાપી લ્યો. ત્યાર બાદ લીલું લસણ સાફ કરી ધોઈ ઝીણું સુધારી લ્યો અને લીલી ડુંગળી પણ સાફ કરી ધોઈ ઝીણી સુધારી લેવી અને ટમેટા   ધોઇ સુધારી કાપી ને મિક્સર માં પીસી પ્યુરી તૈયાર કરી લ્યો. હવે આદુ લસણ અને મરચા ની પેસ્ટ તૈયાર કરી લ્યો. ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ અને હિંગ નાખી શેકો.

ત્યારબાદ એમાં સુધારેલી ડુંગળી અને આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી હલાવો. પાંચ સાત મિનિટ સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું અને લીલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. હવે એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી ઢાંકીને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો. હવે એમાં લાલ મરચાનો પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, આચાર મસાલો / ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યારબાદ સીંગદાણા નો પાવડર, સેવ કે પાપડી ને નાખો. ત્યારબાદ એમાં ગોળ, કાજુ ના કટકા નાખી બરાબર મિક્સ કરી લ્યો. હવે ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ખાટું દહીં નાખી બરાબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરીને ગરમ ગરમ સર્વ કરો ડુંગળીયું. 

Tulsi Vivah Prasad તહેવારની મીઠાશ વધારશે આ ખાસ વાનગી તુલસી વિવાહ પર કેસર અને ગોળથી તૈયાર કરો આ સ્વાદિષ્ટ ફરાળી ખીર
Sugar Free Amla Jam Recipe બજારના કેમિકલવાળા જામ ભૂલી જશો! ઘરે જ બનાવો હેલ્ધી શુગરફ્રી આમળાનો જામ, બાળકો પણ હોંશેહોંશે ખાશે
Winter Soup Recipes શિયાળાની સાંજે બનાવો આ 5 પ્રકારના વેજીટેબલ સૂપ સ્વાદની સાથે મળશે આરોગ્ય
Moongdal Palak Chilla Recipe હેલ્ધી નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ પ્રોટીનથી ભરપૂર મૂંગદાળપાલક ચીલા, જાણો ઘરે સરળતાથી બનાવવાની સંપૂર્ણ રીત અને ફાયદા
Exit mobile version