News Continuous Bureau | Mumbai
Sawan Recipe: મોટાભાગના લોકો શ્રાવણ માસમાં સોમવાર ઉપવાસ રાખે છે. તમે ફળાહારમાં જીરા આલુનો સમાવેશ કરી શકો છો. જીરા આલૂ બટેકા(Jeera aloo)નું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે જે ઉતર ભારતીય વ્યંજનમાંથી એક છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તમે આ બટાકાને દહીં સાથે રોટલી અથવા પરાઠા સાથે માણી શકો છો. આવો જાણીએ બનાવવાની રીત-
સામગ્રી
1 ટી સ્પૂન જીરું
3 ચમચી સમારેલી કોથમીર
શેકેલી મગફળી
3 ચમચી દેશી ઘી
4 મોટા બાફેલા બટાકા (300 ગ્રામ)
2 લીલા મરચા
1 ચમચી કાળા મરી
રોક મીઠું સ્વાદ મુજબ
આ સમાચાર પણ વાંચો : Toyota Rumion: હવે Toyota નવી સસ્તું 7-સીટર કાર લાવી રહ્યું છે! એર્ટિગા પર આધારિત હશે
જીરા આલુ કેવી રીતે બનાવશો:
જીરા આલુ બનાવવા માટે સૌપ્રથમ બટેટાને સારી રીતે ધોઈ લો. આ પછી કૂકરમાં 2 ગ્લાસ પાણી નાખીને બાફી લો, બાદમાં તે ઠંડા થાય પછી તેને છોલીને બાઉલમાં કાઢી લો.
હવે એક પેનમાં દેશી ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને તતડાવો, પછી ત્યારે તેમાં બારીક સમારેલું લીલું મરચું નાખો અને ૩૦-૪૦ સેકંડ માટે સાંતળો. બાદમાં બાફેલા બટાકાને મેશ કરીને તેમાં ઉમેરો. બટાકાને ઘી સાથે સારી રીતે ફ્રાય કરી લો. 5 મિનિટ પછી તેમાં કાળા મરી અને મીઠું નાખીને મિક્સ કરો. મસાલો નાખ્યા પછી, વધુ 2 મિનિટ ફ્રાય કરો, પછી લીલા ધાણા ઉમેરો અને ગરમ શાકનો આનંદ લો. તમે ઈચ્છો તો મગફળીને ઘીમાં નાખીને પણ મિક્સ કરી શકો છો.