News Continuous Bureau | Mumbai
ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ચાલી રહેલા 99 યાત્રા પ્રસંગે ચાલી રહેલા પ્રવચન દરમિયાન યુવાન આલમે યાત્રાના સ્મરણોને આંખના આંસુ સાથે વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે પદ્મદર્શન વિજયજીએ જણાવ્યું હતું કે પ્રભુની સાથે ડીલ કરવા માટે દિલની જરૂર છે. દિલની દીવારો પર કામ ક્રોધ, અહંકાર અને નિંદા નામનો કચરો જામ્યો હોવાથી સંવેદના લખવા ગ્રસ્ત બની છે. જાત પર આવી પડેલા દુઃખથી આપણે ખૂબ રડ્યા છીએ. વેદનાથી વ્યતિત થઈ જાઓ તો અન્યના દુઃખના કે દોષના દર્શન થતા નથી. સંવેદનશીલ લોકોથી સમાજ અને રાષ્ટ્ર નબળું પડતું જાય છે. અત્યારે અસામાજિક તત્વોથી ભારે હાહાકાર સર્જાયો છે. રાષ્ટ્ર સંસ્કૃતિ અને ધર્મ પર કૂઠારા ઘા થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: લાલ કિતાબના આ ચોક્કસ ઉપાયો અપાર સંપત્તિ, સુખી લગ્નજીવન આપે છે! તેને અજમાવી જુઓ
મહાત્મા ગાંધીએ બ્રિટિશરોને ભલે દરિયા પાર કર્યા પરંતુ તેમના વંશજો અત્યારે પણ આ દેશમાં જીવંત છે. તેઓ અંદરો અંદર લડાવી દેશની પ્રજાને ખોખલી બનાવવા માંગે છે. આપણું સંગઠન મજબૂત હશે તો દુનિયાની કોઈ પણ તાકાત આપણને ઝુકાવી નહીં શકે. સર્વ ધર્મ પ્રત્યે સ્નેહભાવ સહિષ્ણુભાવ કેળવવો જોઈએ. કોઈપણ પ્રશ્ન કે સમસ્યાનું સમાધાન હિંસાથી આવતું નથી સંગઠન એ શ્રેષ્ઠ કક્ષાની શક્તિ છે વિઘટનમાં વિનાશ છે. સંવેદનાતની તાત્કાલિક સારવાર કરવાની જરૂર છે.