News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની મોટી જાહેરાત:
છેલ્લા ત્રણ દશકાથી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેલા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા વરિષ્ઠ નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત, રાયપુર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું કે ભારત જોડોયાત્રા મારા રાજકીય જીવનનો છેલ્લો પડાવ.
મહત્વનું છે કે શ્રીમતી ગાંધી લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને હાલ અને તેવી જ રીતે લોકો સાથે સંપર્ક કરાયો તેની પણ પ્રશંસા કરી હતી. આથી તેમના બાદ રાહુલ ગાંધી જ કોંગ્રેસનું સુકાન સંભાળશે તેવા સંકેત આપી દીધા છે. સોનિયા ગાંધીએ તેમના વકતવ્યમાં પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી લઇને અત્યાર સુધી પોતાના ઉતાર-ચઢાવ અંગે વાત કરી છે. તેમણે કહ્યું- 1998માં જ્યારે હું પહેલીવાર પાર્ટી અધ્યક્ષ બની ત્યારથી લઇને આજ સુધી એટલે છેલ્લાં 25 વર્ષોમાં અનેક સારા અને ખરાબ અનુભવ થયા છે.
આ સમાચાર પણ વાંચો : “નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ”, બિહારમાં બોલ્યા અમિત શાહ
વર્ષ 2004 અને 2009માં પાર્ટીનું પરફોર્મન્સ હોય કે પછી મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવાનો મારો નિર્ણય. તે વ્યક્તિગત રીતે મારા માટે સંતોષજનક રહ્યો. તેના માટે પાર્ટી કાર્યકર્તાઓનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો. જે વાતથી મને વધારે સંતુષ્ટિ છે, તે ભારત જોડો યાત્રા સાથે મારો સમયગાળો પૂર્ણ થઈ શકે છે. આ પાર્ટી માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
Join Our WhatsApp Community