News Continuous Bureau | Mumbai
વિશ્વમાં બીજા ક્રમના ધનિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, રાજ ઠાકરે ની મુલાકાત કરવા મુંબઈ ખાતે તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા. હવે આ બંને હસ્તીઓની મુલાકાત ચર્ચાનો વિષય બની છે. આ બેઠક પાછળના કારણોને લઈને વિવિધ ચર્ચાઓ ગરમ છે.
અદાણી પાસે ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે
હાલમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટા રાજકીય નેતાઓ સાથે મુલાકાતોનો દોર ચાલુ છે. મુંબઈ ખાતે તેમની પાસે હવે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. મુંબઈને વીજળી આપનાર કંપની હવે અદાણીની કંપની છે. આ ઉપરાંત એરપોર્ટ નું સંચાલન પણ અદાણી કરી રહ્યા છે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવી ધારાવીનું વિકાસ કાર્ય પણ અદાણીની કંપની કરવાની છે. ઉલ્લેખનીય છે અદાણી તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી ગયા હતા અને હવે ગૌતમ અદાણી રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાન શિવતીર્થ પર મળવા આવ્યા. રાજ ઠાકરેએ મરાઠી યુવાનો માટે નોકરીનો મુદ્દો ઉઠાવ્યો છે. MNS ચીફ હંમેશા મરાઠી યુવાનોને ઉદ્યોગોમાં તક આપવાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.
કયા મામલે ચર્ચા થઈ તેની વિગત બહાર આવી નથી.
અદાણીની કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ સંચાલન કરે છે. તે જ સમયે, અદાણી પાસે ધારાવી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસનો ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો પ્રોજેક્ટ છે. આમાંથી કયા વિષય પર અદાણી રાજ ઠાકરેને મળ્યા છે તે સ્પષ્ટ નથી.