News Continuous Bureau | Mumbai
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અને ફાઈલ મેચ અને ઓપનિંગ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતના અમદાવાદમાં બનેલા આ સ્ટેડિયમમાં દેશ-વિદેશના લોકો ક્રિકેટ જોવા આવશે. ત્યારે અમદાવાદમાં અલગ માહોલ જામશે, જો કે ક્રિકેટ રસીયાઓએ દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશમાંથી આવવાની અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે અને હોટેલના રૂમો પણ બૂક કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચ, ફાઈનલ અને ભારત-પાકિસ્તાન મેચ યોજાશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપનું ઉદ્ઘાટન પણ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ ઉપરાંત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવશે
આ સમાચાર પણ વાંચો: Share Market Opening: ભારતીય શેર બજારે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા, બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
ICC ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ 100 દિવસ બાકી છે, પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અહીં હોટલના રૂમનું બુકિંગની ઈન્કવાયરીઓથી લઈને બુકીંગ થઈ રહ્યા છે. લોકો ત્રણ મહિના અગાઉથી હોટલ બુક કરાવવા માંગે છે જેથી તેમને વર્લ્ડ કપ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. સ્થિતિ એવી છે કે હોટલોના ભાડામાં અનેકગણો વધારો થયો છે. ઘણી હોટલોનું એક રાત્રિનું ભાડું વધું મોંઘુ બની શકે છે.
હોટલોના રુમો અમદાવાદમાં હાઉસફૂલ થાય એ પહેલા જ હોટલ સંચાલકોમાં તેનો ક્રેઝ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને સૌથી વધુ બુકિંગ થવાની સંભાવના છે. મોટાભાગની હોટેલોના રુમોમાં ઈન્કવાયરીઓથી લઈને બુકિંગ શરુ થઈ રહ્યા છે.