News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) થોડા દિવસો પહેલા પીઓકેને (PoK) કબજે કરવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રક્ષા મંત્રી બાદ ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ( Upendra Dwivedi) કહ્યું કે ભારતીય સેના પીઓકે પર કબજો કરવા માટે તૈયાર છે અને માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે.
સંરક્ષણ મંત્રીએ શું કહ્યું?
પોતાની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે “અમે પીઓકેના રહેવાસીઓની પીડા અનુભવીએ છીએ, જેમના પર પાકિસ્તાન દ્વારા અત્યાચાર અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ, કાશ્મીર અને લદ્દાખ વિકાસ અને સમૃદ્ધિના નવા માર્ગ પર છે (5 ઓગસ્ટ, 2019 પછી). આ તો માત્ર શરૂઆત છે. આ મિશન ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ગિલગિટ બાલ્ટિસ્તાન અને PoKના વિસ્તારો ભારત સાથે ફરી જોડાશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ