વધુ સમાચાર

બંજર જમીનમાંથી નીકળ્યો પાંચ કિલો સોનાના આભૂષણ નો ખજાનો. ખેડૂત થયો ન્યાલ જાણો વિગત..

Apr, 9 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,9 એપ્રિલ 2021.

શુક્રવાર.

   તેલંગણા રાજ્ય ના પૅમબર્થી ગામમાં એક ખેડૂતને તેની બિનઉપજાઉ જમીન માંથી પાંચ કિલો સોનાના આભૂષણ મળ્યા છે. જેની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે.

   પૅમબર્થી ગામનો ખેડૂત નરસિંહ ચોમાસાની સીઝન આવવાથી પોતાની જમીન પર હળ ચલાવવાની તૈયારી કરતો હતો એ જ વખતે તેને ત્યાં સોનાના આભૂષણ ભરેલું વાસણ મળ્યું હતું. જો કે નરસિંહે એક મહિના પહેલાં જ આ 11 એકર જમીન ખરીદી હતી.

    એવું માનવામાં આવે છે કે,આ ખજાનો એક પ્રતિગામી વંશનો હોઈ શકે. સોનાના આભૂષણો ભરેલું પાત્ર મળતા જ આખા ગામમાં એની ખબર ફેલાઈ ગઈ અને ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ આભૂષણોમાં વીંટી,પાયલ અને ચેઇન સાથે બીજા લગભગ ૨૫ જેટલા અલગ પ્રકારના આભૂષણો છે.

રેલવે પ્રશાસન કડક થયું : હવે વેઇટિંગ લિસ્ટ વાળાને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી નહીં...
 

પોલીસ અને રાજ્ય અધિકારીએ ત્યાં પહોંચીને  ખજાનાનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, પુરાતત્ત્વ વિભાગને આના નિષ્કર્ષ માટે મેં જાણકારી આપીશું.

Leave Comments