ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
નાગિન -3 સિરિયલના લોકપ્રિય અભિનેતા પર્લ પુરીની ધરપકડ કરવામાં આવી છે. વસઈની વાલીવ પોલીસે તેની ધરપકડ કરી છે. તેની ઉપર એક યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે પીડિતાની પુત્રી દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પર્લની ધરપકડ કરી છે.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે પર્લે એક કારમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાર બાદ તેની સાથે ઘણી વખત દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસે પર્લ વિરુદ્ધ પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પર્લ નાગીન -3 સિરિયલમાં તેની ભૂમિકાને કારણે ખૂબ પ્રખ્યાત અભિનેતા છે. થોડા મહિના પહેલાં તેનું નામ અભિનેત્રી કરિશ્મા તન્ના સાથે જોડાયું હતું. બંને એકબીજાના પ્રેમમાં હોવાનું કહેવાતું હતું. અંતે કંઈક દુર્ઘટના થતાં પર્લ અને કરિશ્મા અલગ થઈ ગયાં હતાં. એવી વાતો ધીમા અવાજે સંભળાઈ રહી હતી. આ બંને આજે પણ સારા મિત્રો હોવાનું કહેવાય છે.
Join Our WhatsApp Community