ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને નેતા કિરીટ સોમૈયા આજે નવઘર મુલુંડ (પૂર્વ) પોલીસ સ્ટેશન તથા એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાના છે. તેમના નિવાસસ્થાન પર તથા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર તેમને ગેરકાયદ રોકી દેવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.
AC ને પણ ફેલ કરી નાખે, એવાં સફેદ પેઇન્ટની શોધ કરવામાં આવી; જાણો વિગત
કિરીટ સૌમૈયા મહાવિકાસ આઘાડીના મંત્રીઓના એક પછી એક કૌભાંડો બહાર કાઢી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ બાદ હાલમાં તેઓએ ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશ્રીફ તરફ પોતાની તોપ દાગી છે. હસન મુશ્રીફનું સાકર કારખાનામાં રહેલા કૌભાંડને લગતા દસ્તાવેજો બહાર પાડવા તેઓ રવિવારે કોલ્હાપુર જવાના હતા. તે અગાઉ જ તેમને મુલુંડના તેમના નિવાસસ્થાન પર શનિવારે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. જોકે પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કિરીટ સોમૈયાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાખ્યો હોવાનો દાવો કર્યો હતો. તો કિરીટ સોમૈયા ટ્રેનથી કોલ્હાપુર જવાના હતા, પરંતુ તેમને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પોલીસે રોકી દીધા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.