News Continuous Bureau | Mumbai
ભારતીય લગ્નોમાં(Indian weddings) સાત ફેરાની સાથે ફોટોશૂટ અને વિડિયોગ્રાફીનું(photoshoots and videography) પણ વિશેષ મહત્વ હોય છે. તેમાં પણ આ દિવસોમાં પ્રી-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ (Pre-wedding photoshoot trend) વધી ગયો છે. નવયુગલ(newlyweds) બહુ વિચારવિમર્શ બાદ એક સ્થળ પસંદ કરે છે અને પોશાક તથા કેટલીક વખત તેઓ કેવા દેખાવા માંગે છે એ વાત પણ અગાઉથી નક્કી કરે છે.
મોટાભાગના ફોટોશૂટ રોમેન્ટિક હોય છે ત્યારે હાલ એક એક્શનથી ભરપૂર પ્રી-વેડિંગ ફોટોશૂટનો વિડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાઇરલ(Viral) થઈ રહ્યો છે, જેમાં વર-કન્યા એક બાઇક પર બેઠાં છે. ફોટોગ્રાફર શૉટ લે છે ત્યારે એક ક્રેન બાઇકને જીપની ઉપરથી લઈ જાય છે, જાણે બાઇક જીપ પરથી કુદાવી હોય એવું આ શૂટ હોય છે.
Iss se kam Pre Wedding shoot hua to Shadi Cancel pic.twitter.com/2P7H3Pl4Ai
— Tempest (@ColdCigar) January 12, 2021
આ સમાચાર પણ વાંચો : બિલાડીને ન તો મળી રહ્યો બહાર નીકળવાનો રસ્તો – પછી સસલાએ કઈંક આ રીતે કરી તેની મદદ -જુઓ ક્યૂટ વિડીયો
આ વાયરલ વિડીયો જોઈને ઘણા યુઝર્સ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હું પણ આવું જ કરીશ અન્યથા કુંવારો રહેવાનું પસંદ કરીશ. તો બીજા એક યુઝરે કહ્યું કે, મારાં લગ્નમાં પણ આ જ ફોટોગ્રાફરને બોલાવીશ.