ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણકાર્ય શરૂ છે. આ કામની તપાસ ગઈ કાલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. દરમિયાન તેઓ હરિયાણાના સોહનાના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેમણે રસ્તા અને એક્સપ્રેસવે સાથે જોડાયેલાં કાર્યો વિશે વાત કરી હતી. વાત વાતમાં નીતિન ગડકરીએ પોતાના સસરાના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું એ કિસ્સો કહ્યો હતો.
મહિલા રસીકરણ મોહિમ એ રંગ રાખ્યો : મુંબઈ શહેરમાં એક દિવસમાં આટલી સ્ત્રીઓનું રસીકરણ થયું.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જ્યારે તેમનાં લગ્ન થયાં હતાં એ સમયે તેમના સસરાનું ઘર રસ્તાની વચમાં આવી રહ્યું હતું. એને લીધે ટ્રાફિકની સમસ્યાથી લોકોને હેરાનગતિ થતી હતી. રસ્તાના નિર્માણનું કાર્ય આવશ્યક થઈ ગયું હતું. એવામાં તેમણે પત્નીને કહ્યા વગર જ સસરાના ઘર પર બુલડોઝર ચલાવી નાખ્યું. પછી ત્યાં રસ્તો બનાવ્યો અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી હંમેશાં માટે છુટકારો મળી ગયો.