વધુ સમાચાર

હત્યારા નક્સલવાદીઓ હવે સરકારનું નાક દબાવે છે, અપહરણ કરેલા જવાનની તસવીર જાહેર કરી. આ માગણી મૂકી. જાણો વિગત....

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7 એપ્રિલ 2021.

બુધવાર.

   ગત શનિવારે બીજાપુરના સુકમા જિલ્લામાં થયેલા નક્સલી હુમલા બાદ, નક્સલીઓ કોબ્રા બટાલિયનના જવાન રાજેશ્વર સિંહ નું અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યારે હાલમાં જ નક્સલીઓએ રાજેશ્વર સિંહની એક તસવીર શેર કરી છે. જેમાં રાજેશ્વર સિંહ તાડના પાંદડાથી  બનેલી ઝુપડી  માં બેઠેલો  દેખાય છે અને સ્વસ્થ  દેખાય છે.

     નક્સલીઓએ રાજેશ્વર સિંહને રિહા કરવા સરકાર તરફથી મધ્યસ્થી કરવા માટે લોકોના નામ આપવાની માંગણી કરી છે. સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી પોતાની શરતો ઉપર નક્સલીઓ રાજેશ્વર સિંહને છોડશે. જ્યારે બીજી તરફ છત્તીસગઢની સરકાર દ્વારા બંધક જવાનની રીહાઇ માટે અને નક્સલીઓ સાથે વાતચીત કરવા માટે જેલ બંધી રિહાઈ સમિતિને એની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિમાં સામાજિક કાર્યકર્તા અને બીજા અધિકારીઓ પણ સામેલ છે.

મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

      ઉલ્લેખનીય છે કે,આ સમિતિના સદસ્યો  બુધવાર સુધી નક્સલીઓના સ્થાન સુધી પહોંચી જશે અને એમની સાથે વાતચીત કરશે.

Leave Comments