ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
કોરોના લૉકડાઉનને કારણે પરિવહન વ્યવસ્થા બંધ હોવાથી એક પિતા પોતાના પુત્ર માટે 300 કિ.મી. સાઇકલ ચલાવીને બૅન્ગ્લોર પહોંચ્યા હતા. આનંદ કર્ણાટકના મૈસુર જિલ્લાના કોપલ્લુ ગામમાં કામ કરે છે. તેમનો પુત્ર ભૈરવ વિશેષ સંતાન છે, તેની બૅન્ગ્લોરની નિમહંસ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળક માટે જરૂરી દવાઓ બૅન્ગ્લોરમાં જ ઉપલબ્ધ હોવાથી આ પિતાને ૩૦૦ કિ.મી.નો પ્રવાસ સાઇકલ પર કરવાની ફરજ પડી હતી.
કોરોના લૉકડાઉનને કારણે પરિવહન વ્યવસ્થા બંધ હોવાથી આનંદ ચિંતિત હતો. નબળી પરિસ્થિતિઓને કારણે ખાનગી વાહન પોસાય એમ નહોતું. આનંદે બાળકની દવા લાવવા માટે સાઇકલથી 300 કિ.મી.ની મુસાફરી કરી. રાત-દિવસ પ્રવાસ કરી તેમના ગામથી બૅન્ગ્લોર બાળકની દવા લેવા આ પિતા પહોંચી ગયા હતા.
વર્લ્ડ કૉમ્યુનિકેશન ફોરમનું સભ્યપદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યું આ દંપતી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ડૉક્ટરોએ આનંદને ખાતરી આપી છે કે જો બાળકને 18 વર્ષનો થાય ત્યાં સુધી નિયમિત દવા આપવામાં આવે તો તે સામાન્ય બાળકોની જેમ જ રહેશે. એથી તેઓ હંમેશાં ધ્યાન રાખે છે કે બાળકની દવાનો ક્રમ ન ખોરવાય. દર બે મહિને તે બૅન્ગ્લોરમાં દવા લેવા જાય છે.