ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર.
દર મહિને 15,000 રૂપિયા કરતાં વધુ બેસિક વેતન વેતન મેળવે છે પણ ફરજિયાતપણે તેઓ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 (EPS-95) હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. સંગઠિત ક્ષેત્રના કામદારો માટે રિટાયર્ડ ફંડ બોડી EPFO નવી પેન્શન પ્રોડક્ટ લાવી રહી છે.
હાલમાં સંગઠિત ક્ષેત્રના તમામ કર્મચારીઓ કે જેમનું મૂળભૂત વેતન (મૂળભૂત પગાર વત્તા મોંઘવારી ભથ્થું) સેવામાં જોડાવાના સમયે 15,000 રૂપિયા પ્રતિ માસ સુધીનું હોય છે તેઓ ફરજિયાતપણે EPS-95 હેઠળ આવરી લેવામાં આવે છે.
“એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સભ્યોમાં હાઈ કોન્ટ્રીબ્યુશન આપનારા માટે વધુ પેન્શનની માંગ કરવામાં આવી રહી હતી. તેથી જેમનું માસિક બેઝિક વેતન રૂ. 15,000 કરતાં વધુ છે તેમના માટે નવી પેન્શન પ્રોડકટ અથવા સ્કીમ લાવવાની સક્રિય વિચારણા ચાલી રહી છે.
સાવચેત રહેજો! કોરાનાથી પણ ગંભીર મહામારી આવી શકે છે, આ અબજપતિએ આપી વિશ્ર્વને ચેતવણી; જાણો વિગત
સ્ત્રોત મુજબ, આ નવી પેન્શન પ્રોડક્ટ પરની દરખાસ્ત EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની 11 અને 12 માર્ચે ગુવાહાટીમાં મળનારી બેઠકમાં ચર્ચા માટે આવી શકે છે.
મીટિંગ દરમિયાન, નવેમ્બર 2021 માં પેન્શન સંબંધિત મુદ્દાઓ પર CBT દ્વારા રચવામાં આવેલી પેટા સમિતિ પણ તેનો અહેવાલ રજૂ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એવા EPFO સબ્સ્ક્રાઇબર્સ છે કે જેઓ રૂ. 15,000 થી વધુ માસિક મૂળભૂત વેતન મેળવે છે જેમને ઓછું યોગદાન આપવા માટે ફરજ પાડવામાં આવે છે (EPS-95 માં દર મહિને રૂ. 15,000 ના 8.33 ટકાના દરે) અને આમ તેઓને ઓછું પેન્શન મળે છે.
EPFOએ 2014 માં માસિક પેન્શનપાત્ર મૂળભૂત વેતનને 15,000 રૂપિયા સુધી મર્યાદિત કરવા માટે યોજનામાં સુધારો કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ કવરેજ માટે વેતન મર્યાદા રૂ. 15,000 પ્રતિ માસથી વધારીને રૂ. 25,000 પ્રતિ માસ કરવાની દરખાસ્ત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા સબમિટ કરવામાં આવી છે. આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એવું ”પૂર્વ શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે ડિસેમ્બર 2016 માં લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું.