ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ 2022
સોમવાર
બટાકા એક એવું શાક છે જેનાથી આપણને ક્યારેય કંટાળો નથી આવતો. મોટાભાગના ભારતીય ઘરોમાં બટાકાનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. બટાકામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. શાકાહારી અને માંસાહારી લોકો બટાકાની વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. બટાકાના ઘણા પ્રકારો છે જેમ કે લાલ બટાકા, રસેટ બટાકા, પીળા બટાકા, જાંબલી બટાકા વગેરે.પરંતુ શું તમે જાણો છો કે બટાકા માત્ર સ્વાદમાં જ નહિ, પરંતુ તે સ્વાસ્થ્યમાં પણ બેજોડ છે. બટાકાના સેવનથી વજન વધારી શકાય છે. જો તમે પાતળા છો અને વજન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે તમારા આહારમાં બટાકાનો સમાવેશ કરીને વજન વધારી શકો છો. બટાકાની અંદર ઘણા સ્વાસ્થ્ય લાભો છે. કારણ કે બટાકામાં ફાઈબર, ઝિંક, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય બટાકામાં કેરોટીનોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક એસિડ જેવા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
વજન વધારવા માટે આ રીતે ખાઓ બટાકા-
1. બાફેલા બટેટા-
જો તમારે વજન વધારવું હોય તો બાફેલા બટાકાનું સેવન સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ બાફેલા બટાકામાં કાળું મીઠું નાખી ને ખાવાથી વજન વધારી શકાય છે.
2. બટાકા નું શાક-
બટાકાનું શાક લગભગ દરેક ઘરમાં બને છે અને સૌથી સારી વાત એ છે કે બાળકો અને પુખ્ત વયના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. બટાકાના શાકને ડાયટમાં સામેલ કરીને તમે વજન વધારી શકો છો.
3. બટાકાની ખીર-
જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો અને વજન પણ વધારવા માંગો છો તો તમે બટાકા માંથી બનેલા હલવાનું સેવન કરી શકો છો. તે માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.