ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કેરળમાં ત્રીજી સપ્ટેમ્બરે ૧૨ વર્ષના બાળકનું નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયું હતું. આ ઘટનાથી સાવચેત થયેલી કેરળની આરોગ્ય વ્યવસ્થાએ નાગરિકોને અલર્ટ રહેવાનું કહ્યું છે. એમ્સએ નાગરિકોને ફળ ધોઈને જ સેવન કરવાની સલાહ આપી છે.
આ વાયરસનો ચેપ ફ્રૂટ બૅટ એટલે કે ચામાચીડિયા દ્વારા લાગે છે. આ વિશે એમ્સના મેડિસિન વિભાગના પ્રો. ડૉ. આશુતોષ વિશ્વાસે માહિતી આપી હતી કે ચામચીડિયા મારફતે માનવ શરીરમાં આવ્યા બાદ નિપાહ વાયરસ વધુ ઘાતક બને છે. ફ્રૂટ બૅટ ફળો ઉપર પોતાના લાલ ફર છોડે છે. આ ફળ ધોયા વગર જ સેવન કરનારને નિપાહનો ચેપ લાગી શકે. જેનો ખાસ ઇલાજ પણ નથી. આ વાયરસ ચામાચીડિયા સિવાય બકરી, બિલાડી, શ્વાન અને ડુક્કર જેવાં પાલતુ પ્રાણીઓથી પણ ફેલાઈ શકે.
*આ છે નિપાહ ચેપનાં લક્ષણો*
તાવ, શરીરમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, છાતીમાં બળતરા, ચક્કર આવવાં, બેભાન થવું, પ્રકાશનો ડર લાગવો વગેરે લક્ષણો છે. આખા વિશ્વમાં નિપાહ જીવલેણ વાયરસ તરીકે ઓળખાય છે.