વધુ સમાચાર

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ, સાવ ચિલ્લર જેવા સસ્તા ઘરમાં રહે છે? વાત માન્યામાં નથી આવતી, કેમ? જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

Jul, 8 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

ગુરુવાર

વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા જેવી પ્રસિદ્ધ કાર કંપનીના માલિક એલન મસ્ક વિશે આપણે એમ જ માનતા હોઈએ કે તે પણ અન્ય ધનિક ઉદ્યોગપતિઓની જેમ કોઈ વૈભવી નિવાસસ્થાનમાં રહેતા હશે, પરંતુ એવું નથી. એલન મસ્ક ફક્ત પચાસ હજાર ડૉલરના મકાનમાં રહે છે. તેમણે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમના મોટા ભાગના રિયલ એસ્ટેટ પૉર્ટફોલિયો વેચી નાખ્યા છે. આમ 1,673 અબજ ડૉલરની સંપત્તિ ધરાવનાર ઉદ્યોગપતિ ફક્ત 20 બાય 20 ના ફોલ્ડેબલ પ્રિફેબ્રિકેટેડ ઘરમાં રહે છે.

એલન મસ્ક હાલ અમેરિકાના ટેક્સાસ શહેરમાં બોકસેબલ કંપની દ્વારા બનાવવામાં આવેલા ફક્ત 375 ચોરસ ફૂટના મકાનમાં રહે છે. તેમનું આ મકાન ફોલ્ડેબલ છે એટલે કે તેને વાળીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ઊભું કરી શકાય છે. તેમણે આ મકાન સ્પેક્સએક્સ પાસેથી ૫૦ હજાર ડૉલરના ભાડા પર લીધું છે. કારણ કે તેમનું માનવું છે કે તેમને બહુ મોટા મકાનની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે સ્પેસએક્સના સ્થાપક, અબજોપતિ એલન મસ્ક, ટેસ્લા, નવીનતા માટે જાણીતા છે. તેમની કંપની ટેસ્લા ઇલેક્ટ્રિક વાહનો બનાવતી એક જાણીતી કંપની છે.

એલને 2016માં ન્યુરલિંક નામની કંપનીની સ્થાપના કરી હતી. તે અલ્ટ્રા બેન્ડવિથ બ્રેઇન-મશીન ઇન્ટરફેસ પર કામ કરી રહી છે.

 એલન મસ્કની કંપની એક એવી ચિપ પર કામ કરી રહી છે જે માનવ મગજમાં ફિટ થશે અને એ સીધી  કૉમ્પ્યુટરથી કનેક્ટ થશે.

આ સાથે, કૉમ્પ્યુટર અને માનવ મગજ સમાનરૂપે કાર્ય કરશે. આ પ્રયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મનુષ્ય પર પ્રભુત્વ ન મેળવી શકે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )