વધુ સમાચાર

 હવે પુરુષો માટે પણ ગર્ભનિરોધક દવા આવી. કેવી છે દવા. જાણો અહીં.  

Mar, 26 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 માર્ચ 2021

સ્ત્રીઓ માટે એક આનંદના સમાચાર છે. હવે પરિણીત સ્ત્રીઓ એ ગર્ભનિરોધક ગોળી લેવાની કોઈ જરૂર નથી.કારણ કે પુરુષો માટે ગર્ભનિરોધક જેલ બજારમાં આવવાનું છે.

     બ્રિટનમાં પુરુષો માટે ખાસ  ગર્ભનિરોધક જેલ બનાવવામાં આવ્યું છે.જેની અસર ગર્ભનિરોધક ગોળી જેટલી જ છે.બ્રિટનમાં 32 વર્ષના એક યુગલ ઉપર આનુ સફળ પરિક્ષણ પણ થઇ ગયું છે. 

પુરુષો માટે નું ખાસ ગર્ભનિરોધક જેલ બનાવવાની પ્રોસેસ માં સહભાગી ડોક્ટરોની ટીમ ના એક ડોકટર, જોન રેનોલ્ડ્સ  જણાવે છે કે,પુરુષના વીર્યમાં પ્રતિમિલીલીટર દસ લાખ જેટલા શુક્રાણુ હોય છે‌. આ જેલ લગાડ્યા બાદ અંડકોષ માંથી લગભગ ૯૯ ટકા જેટલા શુક્રાણુ બનવાનાં બંધ થઇ જાય છે.તે છતાં સમાગમ કરતી વખતે આ જેલ નુકસાનકારક પણ નથી.

Leave Comments