ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
સ્ત્રી તરફ પુરૂષનું આકર્ષણ એ સહજ વાત છે. કારણ કે કુદરતે સ્ત્રી જાતિને વિશેષ સૌન્દર્ય બક્ષ્યું છે. છતાં સ્ત્રીઓમાં એવી ઘણી વિશેષતાઓ છે જેને જોઈને પુરુષ તેના પર મોહી પડે છે. આવી છ વાતો પર વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે.
આ છે મહિલાઓની છ વિશેષતાઓ
1. પુરુષોને એવી મહિલાઓ વધુ ગમે છે જે તેમના દ્વારા કરેલા જોક કે મજાક ઉપર હસે.
2. કેટલાક અધ્યાયનોમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ પોતાના રિલેશન પ્રત્યે ઈમાનદાર હોય તે પુરુષને વધુ ગમે છે.
3. લાલ રંગના કપડા પહેરનારી મહિલાઓ તરફ પુરુષો વધુ આકર્ષિત થાય છે. ખાસ વાત એ છે કે મહિલાઓને પણ લાલ કપડા પહેરેલા પુરુષો વધુ પસંદ પડે છે.
4. પુરુષો ઇચ્છતા હોય છે કે તેમની દરેક વાત પર મહિલા જુદી જુદી પ્રતિક્રિયા આપે. જેમકે પુરુષ હળવે હાથે મહિલાના વાળ સાથે રમત કરે તો સામે મહિલા પણ એવું કરે તો પુરુષને વધુ ગમે છે.
5. બ્રિટિશ યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મહિલાઓના બાહ્ય સૌંદર્યની સરખામણીમાં તેમનું સકારાત્મક વ્યક્તિત્વ પુરુષોને વધારે આકર્ષિત કરે છે. પુરુષોને મહિલાઓની દ્રઢતા, દયાળુ સ્વભાવ અને ઓપન માઈન્ડનેસ ગમે છે.