ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
સુરક્ષા એજન્સીઓ, પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડના ફરાર આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત લાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની એક ટીમ ડોમિનિકા ગઈ છે, જેનું નેતૃત્વ DCP શારદા રાઉત છે. શારદા રાઉત મહારાષ્ટ્ર પોલીસની લૅડી સિંઘમ તરીકે ઓળખાય છે.
શારદા રાઉત હાલમાં CBIની આર્થિક ગુનાની વિંગની જવાબદારી સાંભળી રહ્યાં છે. એને કારણે પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડની તપાસની જવાબદારી તેમના પર છે. આ કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી છે. તેના પ્રત્યર્પણ અંગે ડોમિનિકાની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ માટે ભારતની CBIની આઠ સભ્યોની ટીમ ડોમિનિકા ગઈ છે.
સૌથી મોટા સમાચાર : મુંબઈ શહેર લોક ડાઉન થી ખુલી ગયું.
ઉલ્લેખનીય છે કે શારદા 2005ની બૅચનાં IPS અધિકારી છે. તેઓ નાસિક અને પાલઘર જિલ્લાના પોલીસ અધીક્ષક રહી ચૂક્યાં છે. તેમણે પાલઘરમાં ગુના નિયંત્રણ પર સારી કામગીરી બજાવી હતી. મુંબઈ સ્થાનાંતરિત થયા પછી, પોલીસ ડેપ્યુટી કમિશનર તરીકે, તેમણે પોલીસ વડા મથકની જવાબદારી પણ સંભાળી હતી.