ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
ભારતનો ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી હાલ ડોમિનિકા જેલમાં બંધ છે. હવે ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરા જબરિકાએ પહેલી વાર મૌન તોડ્યું છે. જબરિકાએ મેહુલના અપહરણની અફવાઓને રદિયો આપ્યો છે અને કહ્યું કે તેનું અપહરણ કરવાનો કોઈ અર્થ નથી. તેણે કહ્યું હતું કે ચોકસીએ તેને સંબંધ બનાવવા માટે હૉટેલો, ફ્લાઇટ ટિકિટ બુક કરાવી આપવાની ઑફર આપી હતી.
મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરા જબરિકાએ એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અપહરણ કરવાનો કોઈ અર્થ નથી. જ્યાંથી તે લાપતા થયો હતો તે જૉલી હાર્બર વિસ્તાર જાણનારા લોકો માટે સૌથી સલામત સ્થળ, અહીંથી કોઈનું અપહરણ કરવું શક્ય જ નથી. ઉપરાંત તેણે કહ્યું હતું કે તે ચોકસી સાથે હંમેશાં કૉફી, સાંજે ચાલવા અને રાત્રિભોજન માટે જતી હતી. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ચોકસીએ તેને સાથે બિઝનસ કરવાની પણ ઑફર આપી હતી.
આ દેશમાં બન્યો એક અનોખો કિસ્સો; એક પાન્ડા પ્રેગ્નન્ટ થતાં શૅરબજાર જબરદસ્ત ઊછળ્યું, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મેહુલ લાપતા થયો ત્યારે તેની પત્ની પ્રીતિએ આરોપ લગાવ્યો હતો કે ગર્લફ્રેન્ડ બાર્બરા જબરિકાએ તેનું અપહરણ કર્યું છે. જોકેટૂંકસમયમાં જ તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. મેહુલ ચોકસીને ફસાવવા માટે આ હનીટ્રેપબનાવાયું હોય એવી પણ અટકળો થઈ રહી છે.