News Continuous Bureau | Mumbai
ડાયાબિટીસના દર્દીઓએ (diabetes)તેમના આહારની સાથે-સાથે જીવનશૈલીનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ રોગથી પીડિત દર્દીઓએ જાણવું જોઈએ કે કઈ વસ્તુઓ તેમના માટે ફાયદાકારક છે અને કઈ વસ્તુઓ નુકસાનકારક છે.આવી સ્થિતિમાં, ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ સિવાય, ડાયાબિટીસના દર્દીઓ કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવી શકે છે અને આ ઘરેલું ઉપાય છે લસણ-તજની ચા(garlic tea). ચાલો જાણીએ લસણ-તજની ચા બનાવવાની સરળ રેસિપી. આ ચા તમારા શુગર લેવલને કંટ્રોલ કરવામાં કેવી રીતે અસરકારક છે તે પણ જાણી લો.
લસણ-તજની ચા ડાયાબિટીસને કંટ્રોલ કરશે
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર લસણ ન માત્ર ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે પરંતુ સ્વાસ્થ્ય (garlic health benefits)માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર એમિનો એસિડ હોમોસિસ્ટીનની માત્રા ઘટાડવાનું કામ કરે છે, જેના કારણે શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
તજ, (cinnamon)જે ઔષધીય ગુણોથી ભરપૂર છે, તે ઘણા રોગોને દૂર કરવામાં પણ મદદગાર છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી મળી આવે છે જે શુગર લેવલને (sugar level)કંટ્રોલ કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ લસણ-તજની ચાનું સેવન કરી શકે છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત તે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
લસણ-તજ ચા રેસીપી
*સૌપ્રથમ લસણની બે કળી ને છોલી લો અને પછી તેને થોડો ક્રશ કરો.
*ત્યાર બાદ એક વાસણમાં એક ગ્લાસ પાણી મૂકો(water) અને તેને ધીમી આંચ પર ચઢાવો.
*હવે આ વાસણમાં છીણેલું લસણ અને થોડી તજ (garlic and cinnamon)નાખો.
*ત્યાર બાદ તેને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો.
*પાણી અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી ચા ગાળી લો.હવે તેનું સેવન કરો.
*આ તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી-વગર જીમ અને કસરત કર્યા વગર વજન ઓછું કરવા માંગતા હોવ તો અપનાવો આ કુદરતી રીત-થોડા દિવસોમાં જ દેખાશે ફરક