શુદ્ધ ઘીની જલેબી- નાયલોન ફાંફડા અને તરોતાજા ફરસાણ ખાવા હોય તો પહોંચી જાઓ મુંબઈના મલાડ-વેસ્ટ-ના આ ફરસાણ માર્ટમાં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શુદ્ધ ઘીમાં બનેલી જલેબી અને નાયલોન ફાંફડા(Jalebi and Fafda) નહીં ખાયા તો કુછ નહીં ખાયા. કોરોનાકાળમાં (corona) મુંબઈવાસીઓનું ઈમ્યુનિટીનું(immunity) સ્તર જાળવવાના પ્રયાસરૂપે ભાવનગરી ફરસાણ માર્ટ(Bhavnagari Farsan Mart) દ્વારા મલાડ-વેસ્ટમાં(Malad-West) બી. જે. પટેલ માર્ગ(B. J. Patel Marg) પર એસબીઆઇ બૅન્કની(SBI Bank) સામે કલ્યાણ અપાર્ટમેન્ટમાં(Kalyan Apartment) ક્વૉલિટી ફરસાણ(Quality Farsan), નાસ્તા અને મીઠાઈની શૉપ (sweets shop) શરૂ કરવામાં આવી છે. અહીં નાયલોન ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી સાથે તરોતાજા ફરસાણ, મીઠાઈ અને નાસ્તાની વિવિધ આઇટમો નીવડેલા કારીગરો દ્વારા શુદ્ધ સામગ્રીઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. 

મલાડ જ નહીં પણ પશ્ચિમ પરાના(Western subrubs) અન્ય વિસ્તારોમાંથી પણ અહીં ખાસ જલેબી, ફાંફડા સહિત અન્ય નાસ્તાઓ લેવા માટે લોકો ઘસારો કરતા હોય છે. લોકોની દાઢને અહીંના ફરસાણનો અને જલેબી, ફાંફડાનો ચસકો લાગી ગયો છે ત્યારે ન્યુઝ કન્ટીન્યુઝ(News continuous) સાથે વાત કરતાં ભાવનગરી ફરસાણ માર્ટના સંચાલક મમતા શાહે(Mamata Shah) જણાવ્યું હતું કે ‘ફરસાણ, નાસ્તો અને મીઠાઈ માનવીના જીવનમાં સદીઓથી ચાલી આવતા રીતરિવાજો અને રોજિંદી જરૂરિયાત છે. પરંતુ ઓરિજિનલ સ્વાદ અને સોડમની સાથે સ્વાસ્થ્યવર્ધક ખોરાક હાલના જીવનમાં જરૂરી છે. એથી જ અમારે ત્યાં બધી આઇટમો વ્યક્તિગત દેખરેખ હેઠળ ઉત્તમ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.  

આ સમાચાર પણ વાંચો : ફેશન ટિપ્સ- બ્રાન્ડેડ કપડા લેતી વખતે તમે છેતરાઈ તો નથી જતા ને – આ રીતે ઓળખો ઓરિજિનલ બ્રાન્ડેડ કપડાં

મમતા શાહના જણાવ્યા મુજબ ફરસાણમાં વપરાતા મસાલા, બેસન, તેલ સહિત ઘી ઉચ્ચ ક્વૉલિટીના વાપરવામાં આવે છે. મુંબઈવાસીઓ માટે ઓરિજિનલ ટેસ્ટની સાથે આકર્ષક પૅકિંગ મટીરિયલ્સ અને ગ્રાહકોની મનભાવન આઇટમો તૈયાર કરવામાં આવે છે. તેમની પાસે નાસ્તા, ફરસાણ (નમકીન) અને સ્વીટમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.’ 

ટેસ્ટમાં બેસ્ટ અને કવોલિટીમાં પણ બેસ્ટ ફરસાણ અને પકવાનના લોકો ચાહક બની ગયા છે ત્યારે મમતા શાહે જણાવ્યું હતું કે ‘ગ્રાહકોની માગને ધ્યાનમાં લઈને અમે તહેવારો અને પ્રસંગો મુજબ ખાદ્ય આઇટમોની સાથે ગુજરાતી ટિફિન પણ તેમની ડિમાન્ડને અનુરૂપ બનાવી આપીએ છીએ. આ ઉપરાંત વિવિધ પંજાબી સબ્ઝી, પુલાવ, પાંઉભાજી, ઇડલી, નાયલોન ઢોકળાં, સફેદ ઢોકળાં, વાટીદાળનાં ઢોકળાં અને ડ્રાયફ્રૂટ્સ સેવ-ખમણી, ચીઝ સેવ-ખમણી ઑર્ડર મુજબ બનાવી આપીએ છીએ.’ 

હોલસેલ ભાવે રીટેઈલમાં(Wholesale And Retail) ફરસાણ પણ અહીં ઉપલબ્ધ છે. દરેક ગ્રાહકોના બજેટને અનુરૂપ એક કિલોની ક્વૉન્ટિન્ટીની ફરસાણની ખરીદી પર હોલસેલ ભાવની સ્પેશિયલ ઓફર(special offer) આ ચાલુ કરવામાં આવી છે. જૈન ગ્રાહકો માટે ખાસ તેમની જરૂરિયાત મુજબની આઇટમો અલગથી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાતિ અને ધાર્મિક મંડળો(caste and religious groups,), ગ્રુપ, સોસાયટી, ક્લબ અને મીટિંગો માટે તેમ જ ફરસાણ-મીઠાઈનું વિતરણ કરતા દાનવીરો માટે હોલસેલ ભાવથી ઑર્ડર મુજબ આઇટમો તૈયાર કરી આપવામાં આવે છે. સ્વાદપ્રિય જનતાને સ્વાદના સોડમની સાથે સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ દરરોજ વહેલી સવારથી જ મળી શકે છે. 

તહેવારો પ્રસંગમાં પણ વિવિધ મીઠાઈઓ, સમોસા અને મુંબઈની શાન સમા પાંઉવડાં સાથે ભક્તોને પ્રસાદરૂપે આપવાની આઇટમો જરૂરિયાત મુજબના બૉક્સ-પૅકિંગમાં ઉપલબ્ધ છે. ઑર્ડર નોંધાવવા  વૉટ્સઍપ નંબર 86576 71111 અને 79770 42006 પર સંપર્ક કરી શકો છો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More