ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
શિયાળાની ઋતુમાં ઠંડી હવા અને શુષ્ક વાતાવરણને કારણે માત્ર ચહેરાની ત્વચા જ નહિ પરંતુ પરંતુ ગરદન અને કોણીની ત્વચા પણ કાળી થવા લાગે છે. આપણે ચહેરાને સુંદર બનાવવા માટે, મેકઅપ ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છે, જો કે ઘણીવાર ગરદન અને કોણીને અવગણવામાં આવે છે. એવું નથી કે હવામાનમાં શુષ્કતાના કારણે જ ગરદન અને કોણી કાળી પડી જાય છે. જો કે, કેટલીકવાર મેલના સંચયને કારણે,પણ ત્વચા કાળી થઈ જાય છે.જો તમે પણ ગરદન અને કોણીના કાળા પડવાની સમસ્યાથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાયો કારગર સાબિત થઈ શકે છે. ગરદન અને કોણીની કાળી ત્વચાને આ ઉપાયો દ્વારા સાફ કરી શકાય છે.
બટેટા અને ગુલાબજળઃ આ પેક બનાવવા માટે બે ચમચી ચોખાનો લોટ બે ચમચી બટેટાના રસમાં મિક્સ કરો. પછી આ પેસ્ટમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. હવે આ પેસ્ટને તમારી ગરદન અને કોણી પર લગાવો. લગભગ 20 મિનિટ સુધી સૂકાયા પછી, ગરદનને સાદા પાણીથી ધોઈ લો. બટાકામાં હાજર કુદરતી બ્લીચિંગ ગુણ ગરદન અને કોણીની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.
બદામ: આ બનાવવા માટે 5 થી 8 બદામને પીસી લો. પછી તેમાં એક ચમચી દૂધ અને મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. પછી આ પેસ્ટને તમારી ગરદન અને કોણી પર લગાવો. હવે આ પેસ્ટને થોડીવાર આમ જ રહેવા દો, પછી ત્વચાને સાદા પાણીથી સાફ કરો. આ ઉપાયને નિયમિત રીતે અપનાવવાથી તમને થોડા જ દિવસોમાં ફાયદો દેખાવા લાગશે.
કાચું પપૈયું , ગુલાબજળ અને દહીંઃ આ પેસ્ટ બનાવવા માટે કાચા પપૈયાના કેટલાક ટુકડાને પીસી લો. પછી તેમાં ગુલાબજળ અને દહીં ઉમેરો. પછી આ પેસ્ટને તમારી ગરદન અને કોણીઓ પર લગાવો. 15 મિનિટ સુકાઈ ગયા બાદ આ પેસ્ટને ઘસીને ધોઈ લો.
બ્યૂટી ટિપ્સ: મેકઅપ ઉતારવાથી લઈને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આ રીતે કરો નારિયેળ તેલનો ઉપયોગ