215
Join Our WhatsApp Community
કેન્દ્ર સરકારના નવા IT નિયમોને લઈને ગૂગલે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે.
ગૂગલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્રના નવા IT એક્ટ 2021માં રાહત આપવાની માંગ કરી છે.
જોકે સોશિયલ મીડિયા કંપનીઓ થોડા દિવસ વિરૂદ્ધમાં રહ્યા બાદ હવે નવા નિયમો સ્વીકારી લીધા છે ત્યારે ગુગલે હાઇકોર્ટ સમક્ષ એવો દાવો કર્યો છે કે કંપનીનો કેસ જુદો છે અને તેને નિયમો લાગુ ન થઇ શકે.
આ મામલે હાઇકોર્ટે સરકારને નોટીસ ફટકારી છે અને વધુ સુનાવણી ર7 જુલાઇએ રાખી છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ સિંગલ જજ વાળી બેંચના એક ઓર્ડર સાથે સંકળાયેલો છે. બેંચે મહિલા અરજકર્તાની અપીલ પર ગૂગલને કહ્યું હતું કે, તે આપત્તિજનક કન્ટેન્ટ હટાવે.
You Might Be Interested In