News Continuous Bureau | Mumbai
ઉનાળાની ઋતુ (summer season)મુશ્કેલીમાં મૂકે છે, પરંતુ તેની સાથે ખાવા-પીવા માટેના ઘણા સ્વાદિષ્ટ અને તાજગી આપનારા વિકલ્પો પણ આવે છે. જે શરીરને કાળઝાળ ગરમીથી રાહત આપવાનું પણ કામ કરે છે, આ પીણાં પોષણથી ભરપૂર હોય છે, જેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.ઉનાળાના પીણાની વાત આવે ત્યારે કાચી કેરીમાંથી બનેલા લીલા પીણાને (aam panna)કોણ ભૂલી શકે. હા, અમે વાત કરી રહ્યા છીએ આમ પન્ના વિશે. આમ પન્ના કાચી કેરીમાંથી (raw mango) બનાવવામાં આવે છે, જે ઉનાળામાં લગભગ દરેકને પ્રિય હોય છે. તેને પીવાથી શરીરનું તાપમાન પણ નિયંત્રિત થાય છે. જો તમે પણ આમ પન્નાના ચાહક છો,તો જાણી લો તેને પીવાના ફાયદાઓ વિશે.
1. તે વિટામિન-સીનો(vitamin C)સારો સ્ત્રોત છે, જે તેને રોગપ્રતિકારક શક્તિ (immunity boost) વધારવા નું પીણું બનાવે છે. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ કોઈપણ ચેપ સામે સરળતાથી લડી શકે છે અને તમને ઘણી બીમારીઓ થી બચાવી શકે છે.
2. આમ પન્ના ફાઈબરથી (fiber)ભરપૂર હોય છે અને પેટનું ફૂલવું, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓમા રાહત આપવામાં મદદ કરી શકે છે.
3. ઉનાળો ત્વચા અને વાળના (skin and hair health)સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. જો કે, જો તમે આમ પન્ના નું સેવન કરો છો, તો તમને ફાયદો મળી શકે છે. આમ પન્ના વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે, જે તમારા વાળ અને ત્વચા માટે ફાયદાકારક રહેશે.
4. આમ પન્ના માં લીવર ડિટોક્સ પ્રોપર્ટીઝ પણ છે. આ પીણાં ના સેવન થી લીવરની(liver problem) સમસ્યા નથી થતી.
5. જો તમે તમારા દાંતના સ્વાસ્થ્યને (teeth health)સુધારવા માંગો છો, તો આમ પન્ના પીવાનું શરૂ કરો. તે પેઢાની સમસ્યા, કેવિટી, શ્વાસની દુર્ગંધ વગેરે દૂર કરવાનું કામ કરે છે.