News Continuous Bureau | Mumbai
ચોમાસામાં વરસાદના ટીપાં ગરમીથી તો રાહત તો આપે જ છે સાથે સાથે અનેક બીમારીઓ(deases) પણ ભેટમાં લઈને આવે છે. આ સિઝનમાં પેટના રોગો,શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, કોરોનાવાયરસ અને બીજા ઘણા બધાનું જોખમ વધવા લાગે છે. વરસાદની ઋતુમાં બાળકોની )(child care)ખાસ કાળજી લેવી જરૂરી છે. આ ઋતુમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ (immunity)નબળી પડવા લાગે છે, જેના કારણે તેઓ બીમાર થવાની સંભાવના વધારે છે. વરસાદની ઋતુમાં બાળકોના ખાવા-પીવાથી લઈને તેમની સ્વચ્છતા સુધીની ખાસ કાળજી લેવી જરૂરી છે.આ ઋતુમાં ત્વચા અને પેટ સંબંધિત બીમારીઓથી બચાવવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ વરસાદની સિઝનમાં બાળકોને સ્વસ્થ રાખવા માટે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
1. બાળકોની સ્વચ્છતાનું ધ્યાન રાખો: વરસાદની સિઝનમાં બાળકોની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તેમને દરરોજ સ્નાન (bath)કરાવો. સ્નાન કરતા પહેલા બાળકને તેલથી માલિશ કરો. આ ઋતુમાં બાળકને નવડાવવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. બાળકને સ્વચ્છ અને સૂકા કપડા પહેરાવો. ભીના કપડામાં બેક્ટેરિયા ઝડપથી વધે છે.
2. બાળકના રૂમને સાફ રાખોઃ આ ઋતુમાં જંતુઓ, બેક્ટેરિયા, વંદો, મેલેરિયા અને ડેન્ગ્યુ વહન કરતા મચ્છરો બાળકને ગંભીર રીતે બીમાર કરી શકે છે, તેથી ઘરને સાફ રાખો. જો તમે બાળકના રૂમમાં કુલરનો(cooler) ઉપયોગ કરો છો તો તેનું પાણી સાફ કરો નહીંતર મચ્છર ઉત્પત્તિનું જોખમ વધી શકે છે.
3. જંક ફૂડ બાળકોને બીમાર કરી શકે છેઃ આ સીઝન માં તળેલી ચીજવસ્તુઓ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વરસાદની ઋતુમાં જંક ફૂડને (junk food)ટાળીને તમે તમારા બાળકને બીમાર થવાથી બચાવી શકો છો. બાળકના આહારમાં લીલા શાકભાજી, ફળો, દાળ, ખીચડી ઉપરાંત તાજી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ.
4. બાળકને આખી બાંયના સુતરાઉ કપડા પહેરાવો: આ ઋતુમાં મચ્છર કરડવાનો ભય વધુ રહે છે તેથી બાળકના શરીરને કપડાંથી ઢાંકીને રાખો. બાળકને સંપૂર્ણ બાંયના કપડાં(full sleeve) પહેરાવો. આ સિઝનમાં ખૂબ પરસેવો થાય છે, તેથી સિન્થેટીક કપડાં ટાળો અને બાળકને સુતરાઉ કપડાં પહેરવા દો.
5. તમારા બાળકને ફ્લૂથી બચાવો: તમારા બાળકને ફ્લૂથી બચાવવા માટે, તમારે તેને ઈન્ફલ્યુએન્ઝા રસી (influenza vaccine)અપાવવી જોઈએ. બાળકને બીમાર માતા-પિતા અથવા સંબંધીથી દૂર રાખવું મહત્વપૂર્ણ છે.
આ સમાચાર પણ વાંચો : કહાની કાર સીટ બેલ્ટની-આજે બચાવે છે કરોડો લોકોના જીવ-ભૂલથી થયો હતો આવિષ્કાર-જાણો ઈતિહાસ