News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) સોલન જિલ્લામાંથી(Solan District) એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં પ્રવાસી વિસ્તારમાં(tourist area) બનેલા રોપ-વેમાં (rope-way) 11 યુવકો ફસાઈ ગયા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ(Police) ઘટનાસ્થળે પહોંચી ગઈ છે હવે આ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation) શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, આ દુર્ઘટના શિમલા(Shimla) પરવાનુ હાઇવેની(parwanoo highway ) સામે એક પહાડી રિસોર્ટની(Mountain Resort) છે. જ્યાં સોમવારે બપોરે રોપ-વે દ્વારા જતા 7 પ્રવાસીઓ અચાનક કેબલ કાર ટ્રોલીમાં(Cable car trolley) ફસાઈ ગયા હતા. કહેવાય છે કે રોપ-વેમાં ટેક્નિકલ સમસ્યાના(technical problem) કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ટ્રોલીમાં બેઠેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : શતાયુમાં પ્રવેશેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની ફિટનેસનું શું છે રહસ્ય- જાણો શું કહેવું છે તેમના પરિવારનું
#WATCH Cable car trolly with tourists stuck mid-air at Parwanoo Timber Trail, rescue operation underway; tourists safe#HimachalPradesh pic.twitter.com/mqcOqgRGjo
— ANI (@ANI) June 20, 2022
સોશિયલ મીડિયા(Social media) પર કેબલ કાર ટ્રોલીની અંદર ફસાયેલા લોકોના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયો દ્વારા લોકો તેને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે, એક વ્યક્તિએ જણાવ્યું કે તે દોઢ કલાકથી ટ્રોલીની અંદર ફસાયેલો છે અને કોઈ મદદ મળી નથી. જો કે હવામાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. તેમને બચાવવા માટે બીજી કેબલ કાર ટ્રોલી તૈનાત કરવામાં આવી છે.