Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: ઉનાળા માં અંડરઆર્મ્સની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય; જાણો તેને ઉપયોગમાં લેવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ઋતુમાં પરસેવાના કારણે ત્વચા પરના બેક્ટેરિયા પ્રોટીનને તોડી નાખે છે, જેના કારણે વિવિધ પ્રકારના એસિડ કેમિકલ્સ નીકળે છે, આવી સ્થિતિમાં શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ખાસ કરીને અંડરઆર્મ્સની વાસના કારણે અકળામણ થવા લાગે છે. આ ગંધને ટાળવા માટે, ગંધનાશક અથવા રોલ-ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હજુ પણ આ દુર્ગંધ દૂર થતી નથી. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો.

Join Our WhatsApp Channel

1. ટામેટાના રસથી માલિશ કરો

ટામેટાંને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે પીસી લો. પછી તેનો રસ કાઢી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણથી અંડરઆર્મ્સની મસાજ કરો. પછી તેને પાણીથી સાફ કરો.

2. અંડરઆર્મ્સ પર લીંબુનો રસ લગાવો

એક બાઉલમાં અડધુ લીંબુ નિચોવો અને પછી તેમાં 4 થી 5 ચમચી પાણી ઉમેરો. હવે તેને તમારા અંડરઆર્મ્સ પર 10 થી 12 મિનિટ માટે લગાવો. હવે તેને હૂંફાળા પાણીથી સાફ કરો.

3. નહાવાના પાણીમાં ઉમેરો એપ્સમ મીઠું 

તમારા નહાવાના પાણીમાં એક કપ એપ્સમ મીઠું સાથે 3 થી 4 ટીપાં લવંડર એસેન્સિયલ ઓઇલ ના મિક્સ કરો. હવે આ પાણીથી સ્નાન કરો, જો ઘરમાં બાથટબ હોય તો આ પાણીમાં 12 થી 15 મિનિટ સુધી બેસી જાઓ. પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરો અને શરીરને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો.

4. લવંડર તેલ નું  સ્પ્રે બનાવો

એક સ્વચ્છ બોટલમાં લવંડર તેલના 5 ટીપાં નાખો, પછી તેને અડધા કપ પાણીથી પાતળું કરો. તેને સારી રીતે હલાવો. હવે આ મિશ્રણને સૂતા પહેલા અંડરઆર્મ્સ પર લગાવો અને એક રાત માટે રહેવા દો. પછી બીજા દિવસે સવારે તેને નવશેકા ગરમ પાણીથી ધોઈ લો.

5. ખાવાનો સોડા

એક બાઉલમાં બે ચમચી ખાવાનો સોડા અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેની ઝીણી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી અંડરઆર્મ્સની ગોળાકાર ગતિમાં મસાજ કરો. 10 મિનિટ આ રીતે રહેવા દો. પછી પાણીથી સાફ કરો.

6. બટાકાના ટુકડાને ઘસો

બટાકાને અંડરઆર્મ્સ પર લગાવવા માટે, બટાકાની છાલ ઉતારો અને પછી તેના ટુકડા કરો. હવે બટાકાના ટુકડાને અંડરઆર્મ્સ પર ઘસો. પછી તેને થોડી વાર આમ જ રહેવા દો. હવે તેને 25 થી 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

7. એલોવેરા જેલ 

એક બાઉલમાં એલોવેરાના પાનમાંથી જેલ કાઢો. પછી તેને તમારા અંડરઆર્મ્સ પર 20 થી 25 મિનિટ સુધી લગાવો. પછી તેને પાણીથી સાફ કરો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ ચમકતી ત્વચા માટે પણ ઉપયોગી છે આ જ્યુસ,ચહેરા પર લગાવવાથી થશે અનોખા ફાયદા; જાણો વિગત

Mumbai Water Crisis BMC Reserves – ઉનાળા પહેલા જ મુંબઈ પર ઘેરાયું જળ સંકટ! પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં 13% નો ઘટાડો નોંધાતા BMC એ રાજ્ય સરકાર પાસે માંગી મદદ
EPFO PF Withdrawal Rule નોકરિયાત વર્ગ માટે મોટી ખુશખબર! હવે માત્ર એક ક્લિકમાં નીકળશે PF ના 90% પૈસા, જાણો EPFO ના નવા નિયમો
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Exit mobile version