ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 7 જાન્યુઆરી 2022
શુક્રવાર
વજન ઘટાડવા માટે ચિયા સીડ્સ નો ઉપયોગ ખૂબ જ પ્રખ્યાત છે. ચિયા સીડ્સ માં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. ચિયા સીડ્સનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે ચિયા સીડ્સનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ કરી શકાય છે.ચિયા સીડ્સ માં રહેલા પોષક તત્વો ચહેરા પર ખીલ, કરચલીઓ અને ટેનિંગ જેવી સમસ્યાઓ દૂર કરે છે. વાળમાં ચિયા સીડ્સ નો ઉપયોગ કરવાથી પણ વાળ લાંબા અને જાડા બને છે. આજે અમે તમને જણાવીશું કે સુંદર વાળ અને ત્વચા માટે તમે ચિયા સીડ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો
ચિયા સીડ્સ નો ફેસ સ્ક્રબ
ચિયા સીડ્સ ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. જો તમે ખીલથી પરેશાન છો, તો તમે ચિયા સીડ્સ માંથી બનાવેલ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચિયા સીડ્સ, ઓટ્સ અને એલોવેરાને સારી રીતે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર જમા થયેલી બધી ગંદકી દૂર થશે અને ખીલથી છુટકારો મળશે.
ચિયા સીડ્સ નો ફેસ માસ્ક
ચહેરા પરના ડાઘ અને શુષ્કતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ચિયા સીડ્સ માંથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી મધમાં 2 ચમચી ચિયા સીડ્સ અને એક ચમચી ઓલિવ ઓઈલ નાખીને સારી રીતે મિક્સ કરો.હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 15-20 સુધી રહેવા દો. તે પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાની શુષ્કતા ઓછી થશે, ડાઘ-ધબ્બા ઓછા થશે અને ચહેરો ચમકદાર બનશે.
જાડા વાળ માટે ચિયા સીડ્સ નો હેર માસ્ક
ચિયા સીડ્સ પણ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન E અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને મજબૂત, જાડા અને લાંબા બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.તમે ઈંડા સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરી શકો છો. આ માટે એક ઈંડામાં ચિયા સીડ્સ મિક્સ કરીને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. તે પછી તમારા વાળને તમારા રોજીંદા શેમ્પૂથી ધોઈ લો.
બ્યૂટી ટિપ્સ: જો તમને પણ લિપસ્ટિક લગાવ્યા પછી હોઠ શુષ્ક લગતા હોય તો અજમાવી જુઓ આ ટિપ્સ