વધુ સમાચાર

ટ્રેન મુસાફરી બનશે વધુ અનુકૂળ. રેલ મંત્રીએ કરી ઘોષણા. જાણો વિગત..

Apr, 8 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 8 એપ્રિલ 2021.

ગુરૂવાર.

   કોરોના મહામારીને કારણે ફક્ત લોકોની હેલ્થ સંદર્ભે જ નહીં પરંતુ વૈશ્વિક દ્રષ્ટિએ આર્થિક સંકટનો સામનો પણ કરવો પડ્યો છે. 2020 માં આવેલા કોરોના મહામારી ના કારણે ઇન્ડિયન રેલવે સર્વિસને પણ માઠી અસર થઇ છે. હવે જ્યારે ધીરે ધીરે બધું થાળે પડવા માંડ્યું છે ત્યારે રેલવે મિનિસ્ટર એ પણ સમયાંતરે ટ્રેન સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

    યુનિયન રેલ્વે મિનિસ્ટર પિયુષ ગોયલ એ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, "આગામી દિવસોમાં તેઓ ચાર શતાબ્દી એક્સપ્રેસ અને એક દુરંતો એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહ્યા છે." તારીખ 10 એપ્રિલ થી 15 એપ્રિલ ની વચ્ચે આ રેલ યાત્રા શરૂ થશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

   પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડ 19 ના કાયદા ને અનુસરીને જે પ્રવાસી પાસે કન્ફર્મ ટિકિટ હશે તેને જ મુસાફરી કરવા મળશે. રેલવે દ્વારા આપેલી માહિતી મુજબ ચાર શતાબ્દી સ્પેશિયલ ટ્રેન ના શેડ્યુલ આ મુજબ છે.

1, નવી દિલ્હી થી અમૃતસર સુધી રોજ ટ્રેન દોડશે.

2, અઠવાડિયામાં એકવાર નવી દિલ્હી થી અમૃતસર વચ્ચે ટ્રેન ચાલશે.

3, ચંદીગઢ થી દિલ્હી વચ્ચે અઠવાડિયાના છ દિવસ ટ્રેન વ્યવહાર થશે.

4, નવી દિલ્હીથી દૌરાઇ વચ્ચે રોજ ટ્રેન ચાલશે.

જ્યારે અઠવાડિયામાં ત્રણ દિવસ સરાઇ રોહિલ્લા થી દિલ્હી અને ત્યાંથી જમ્મુતાવી દુરંતો સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

   ઉલ્લેખનીય છે કે, રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા મુજબ આ તમામ ટ્રેન સેવા કોવિડના પ્રોટોકોલ  હેઠળ શરૂ થશે જેને રેલવે સ્ટાફ અને મુસાફરોએ ફરજિયાત પણે અનુસરવો પડશે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની પણ લાઈનો લાગી. જુઓ ચોંકાવનાર વીડિયો

Leave Comments