વધુ સમાચાર

જાવેદ અખ્તરને લાધ્યું પરમજ્ઞાન : સભ્ય અને સહિષ્ણુ માત્ર હિન્દુઓ જ છે

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

 જાવેદ અખ્તરે  ઘણી વાર હિન્દુઓના રીતરિવાજો અને વિચારસરણી પર ટીકા કરી છે. તાજેતરમાં હિન્દુઓને તાલિબાનીઓ સાથે સરખાવીને મોટો વિવાદ ઊભો કર્યો હતો અને હવે એકાએક તેમને પરમજ્ઞાન લાધ્યું છે. પોતાની ટિપ્પણીમાં ફેરબદલ કરીને સફાઈ આપી છે.

પોતાના બયાન ઉપર સ્પષ્ટતા આપતાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે મારા ઉપર હિન્દુ ધર્મ અને હિન્દુઓનું અપમાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે તદ્દન ખોટું છે. મેં હાલમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હિન્દુઓ વિશ્વના સૌથી સભ્ય અને સહિષ્ણુ લોકો છે. આ વાત મેં વારંવાર કહી છે. મક્કમપણે કહું છું કે હિન્દુસ્તાન ક્યારે પણ અફઘાનિસ્તાન થઈ નહિ શકે, કારણ કે હિન્દુસ્તાનીઓ નૈસર્ગિક રીતે કટ્ટરવાદી નથી. સહિષ્ણુતા તેમના ડીએનએમાં છે.  આવું બોલ્યા છતાં લોકો મારાથી નારાજ  કેમ થઇ રહ્યા છે?  આનો જવાબ એમ છે કે હું બધા જ ધર્મના કટ્ટરવાદીઓનો, ધર્માંધ લોકોનો અને રૂઢિચુસ્તોનો સ્પષ્ટપણે વિરોધ કરું છું. દરેક સમુદાયના કટ્ટર લોકોમાં વિલક્ષણ સામ્ય છે. આ વાત મેં કહી હતી.

પર્યાવરણવાદીઓની પાલિકાને હાકલ : પવઈ લેકમાં કેમિકલ નાખવાનું બંધ કરો; જાણો વિગત  

વધુમાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તાલિબાન અને હિન્દુઓની કટ્ટર વિચારસરણીમાં સામ્યતા દેખાય છે. આવું કહ્યું તો લોકોએ મારી આ વાતનો વિરોધ કર્યો, પરંતુ હકીકત એ છે કે ખરેખર તે બંનેમાં ખૂબ સમાનતા છે. તાલિબાન ધર્મ પર આધારિત ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગે છે અને હિન્દુ કટ્ટરવાદીઓ પણ હિન્દુ રાષ્ટ્રનું સ્થાપન કરવા માગે છે.

Recent Comments

  • Sep, 15 2021

    Neela Soni Rathod

    જાવેદ અખ્તર , શબાના આઝમી નસીરુદ્દીન શાહ આ કહેવાતા બુદ્ધજીવી ઓ પ્રસિદ્ધિ ના ભૂખ્યા વરુ છે. સાથે જ હિન્દુ ધર્મને નફરત ઈર્ષ્યા થી જોનારા કટ્ટર મુસલમાન છે. હિંદુઓ જોઈએ તેટલા પ્રમાણમાં વિરોધ કરતા નથી એટલે આ લોકોનો બક્વાસ થાય પછી પણ એમની પર હિંસા હુમલા જેવું કશું થતું નથી. અને આ પ્રતિક્રિયા વાંચ્યા બાદ પણ અમારી જેવા પર અસહિષ્ણુનું લેબલ લાગતા વાર નહિ લાગે.

  • Sep, 15 2021

    Narendra

    Political protection ka hisab sa bach jata ha dum ha tara ma live public ma aka bola sub pichvada tod dalanga

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )