News Continuous Bureau | Mumbai
કલોંજી એટલે કે કાળા બીજ(black seeds) અનેક ઔષધીય ગુણોની ખાણ છે. લોકો તેનો ખોરાક માટે ઘણી રીતે ઉપયોગ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસના દર્દીઓ (diabetes patient)માટે કલોંજીનું સેવન અલગ રીતે ફાયદાકારક છે. હા, જો ડાયાબિટીસના દર્દીઓ કલોંજીનું સેવન કરે છે, તો તે બ્લડ સુગરને (blood sugar)વધતા અટકાવવામાં મદદ કરશે. આ ઉપરાંત, તે પેટની સમસ્યાઓમાં ઘટાડો કરશે અને લીવર અને સ્વાદુપિંડનું દબાણ ઘટાડશે. તો ચાલો જાણીએ ડાયાબિટીસમાં કલોંજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેને ખાવાના ખાસ ફાયદા.
1. સૂતી વખતે મધ સાથે કલોંજી લો
ડાયાબિટીસના દર્દીઓ જેમને ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝનું (blood glucose)પ્રમાણ વધુ હોય, તેમણે રાત્રે સૂતી વખતે કલોંજીનું સેવન કરવું જોઈએ. તેઓ કલોંજી ના દાણા કાચા ખાઈ શકે છે અથવા તેને પાણી(water) અથવા મધ (honey)સાથે પણ લઈ શકે છે.
2. સવારે ખાલી પેટે કલોંજીનું પાણી લો
જે ડાયાબિટીસના દર્દીઓમાં સ્થૂળતા વધી રહી છે અથવા હાઈ કોલેસ્ટ્રોલની(High cholesterol) સમસ્યા છે, તેમણે સવારે ખાલી પેટે કલોંજીનું પાણી પીવું જોઈએ. વાસ્તવમાં કલોંજીનું પાણી પીવાના ઘણા ફાયદા છે. તે આંતરડાના કામને વેગ આપે છે અને પેટને સાફ કરવામાં મદદ કરે છે. તેના સેવન માટે આ બીજને પાણીમાં ઉકાળો અને આ પાણીને ગાળીને પી લો. તમે રાત્રે પલાળેલા બીજનું સેવન (black seeds)પણ કરી શકો છો.
3. સ્મૂધી અથવા દહીંમાં કલોંજી મિક્સ કરો
સ્મૂધી અથવા દહીંમાં(curd) કલોંજી ઉમેરીને તમારી શુગર કંટ્રોલ (sugar control)કરી શકાય છે. આ સાથે, તે સુગર માં થતા અચાનક વધારો અટકાવે છે.
4. શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ
ટાઇપ 2 ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં કલોંજી ખૂબ જ મદદરૂપ છે. સવારે ખાલી પેટે કાળી ચા(black tea) સાથે કલોંજી તેલનું સેવન કરી શકાય છે. આ તમારા બ્લડ સુગર લેવલને દિવસભર યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.
5. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ
એક ચમચી કલોંજી તમારા બ્લડ પ્રેશરને (blood pressure)નિયંત્રિત કરી શકે છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે તેઓ નવશેકા પાણી સાથે એક ચમચી કલોંજીનું તેલ પી શકે છે. કલોંજી હૃદય (heart)માટે ખૂબ જ અસરકારક છે. તે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરીને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. શ્રેષ્ઠ પરિણામો માટે, તમારે નિયમિતપણે દૂધ(milk) સાથે કલોંજી તેલનું સેવન કરવું જોઈએ.
ન્યુરોપથી અને અલ્ઝાઈમર રોગ જેવા રોગોને અટકાવે છે
કલોંજીનાં બીજને મધમાં ભેળવીને ખાવાથી તમારી બુદ્ધિ તેજ થાય છે. મગજની સારી કામગીરી માટે, તેને દરરોજ ખાલી પેટે ખાઓ. આ ઉપરાંત, તે ડાયાબિટીસમાં ન્યુરોપથી (nuropethic)અને અલ્ઝાઈમર રોગ જેવા રોગોને અટકાવે છે અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- શું યુરિક એસિડના દર્દીઓએ દહીંનું સેવન કરવું જોઈએ કે નહીં-જાણો અહીં