News Continuous Bureau | Mumbai
એર ઈન્ડિયા(Air India)ના A320neo એરક્રાફ્ટનું મુંબઈ(Mumbai)ના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ (Chhatrapati shivaji international airport)એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ(emergency landing) કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી(Technical problems)ના કારણે વિમાનનું એક એન્જિન(engine) હવામાં બંધ થઈ જતાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન કોઈ મુસાફર(Passenger)ને ઈજા થઈ ન હતી. હાલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ટાટા ગ્રુપ(TATA group)ની માલિકીની એર ઈન્ડિયાએ કહ્યું કે A320 નીયો વિમાનમાંના તે મુસાફરોને બાદમાં એક જુદા વિમાન દ્વારા બેંગલુરુ મોકલવામાં આવ્યા છે. વિમાને ટેક-ઓફ્ફ(take-off) કર્યાની થોડી જ મિનિટોમાં પાઈલટ(Pilot)ને ઊંચા એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર વિશે ચેતવણી મળી હતી. એન્જિન બગડી ગયું હતું એની જાણ થતાં જ પાઈલટે વિમાનને પાછું મુંબઈ એરપોર્ટ(Mumbai Airport)પર વાળીને 10.10 વાગ્યે એને ત્યાં ઉતાર્યું હતું. એર ઈંડિયાના A320 નીયો વિમાનમાં CFMના લીપ એન્જિન(Leap engine) લાગેલા હોય છે.
આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં બિઘાડીઃ BMCમાં શિવસેનાનું અધધ કરોડ રૂપિયાનું TDR કૌભાંડ, કોંગ્રેસનો આરોપ… જાણો વિગતે
આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઇંડિયાના સુરક્ષા(Security)ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમારા વિમાનના પાયલોટ અને અન્ય બીજા સ્ટાફ આવી રીતે ઈમરજન્સી સ્થિતિઓના નિવારણ માટે સક્ષમ અને ટેલેન્ટેડ છે. આ મામલામાં અમારી એન્જિનિયરિંગ(engineering team) અને મેંટેનેસ ટીમે(maintenance team) તાત્કાલિક આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 મેના રોજ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Jaipur international airport)પર ઈન્ડિગો(Indigo) કંપનીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન ચંદીગઢથી ઉડાન ભરીને મુંબઈ જઈ રહ્યું હતું. દરમિયાન વિમાનમાં સવાર એક યુવકની તબિયત અચાનક લથડી ગઈ હતી. જેના કારણે પ્લેનને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું.