ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29, સપ્ટેમ્બર 2021
બુધવાર.
ભાયંદરમાં અનંત ચતુર્થીના ગણેશ વિર્સજન દરમિયાન વિસર્જન સ્થળ પર છૂટી ગયેલા 14 લાખ રૂપિયાની કિંમતના હારને મૂળ માલિકને પાછો આપનારી બે મહિલા કર્મચારીઓનું મંગળવારે સન્માન કરવામાં આવ્યું હતું. કિંમતી હાર પાછો કરીને ઈમાનદારીનું ઉદાહરણ આપનારી સીમા સાલુંખે અને મંજૂરા રાજેન્દ્ર સ્વામી નામની બંને મહિલાઓ આરોગ્ય અને સફાઈ ખાતા સાથે જોડાયેલા છે. બંને મહિલાઓનું મીરા-ભાયંદર મહાનગરપાલિકાના મેયર જયોત્સના હસનાલેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. દિન ચૌરસિયા નામના વ્યક્તિના ઘરે ગણપતિ આવ્યા હતા.
આઘાતજનક! લૉકડાઉનના સમયગાળામાં પ્રતિદિન મુંબઈમાં આટલા લોકોએ કરી આત્મહત્યા; જાણો વિગત
અનંત ચતુર્થીના વિસર્જન દરમિયાન માંડલી તળાવમાં વિર્સજન ઘાટ પર મૂર્તિનું વિસર્જન કરવા તેઓ ગયા હતા. ઘરે પાછા ફર્યા બાદ મૂર્તિની વિસર્જન દરમિયાન સોનાનો હાર કાઢવાનું ભૂલી ગયા હોવાનું તેમને ધ્યાનમાં આવ્યું હતું. તેથી તેઓ તુરંત વિસર્જન સ્થળે દોડયા હતા. આ દરમિયાન મંજુલા અને સીમે બંનેની વિસર્જન સ્થળે ડયુટી હતી. તેઓએ આ હાર પોતાની પાસે સંભાળીને રાખ્યો હતો. ચૌરસિયા પરિવાર પોતાનો હાર પાછો લેવા આવ્યો ત્યારે તેમને આ મહિલા કર્મચારીઓએ પાછો કર્યો હતો.