વધુ સમાચાર

નીરવ મોદી ના પ્રત્યાર્પણ પર એક ગુજરાતી મહિલા કરશે ફેંસલો....

Feb, 27 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

27 ફેબ્રુઆરી 2021

ભારતીય બેન્કિંગ વ્યવસ્થા સાથે ચેડા કરીને વિદેશ નાસી છૂટેલા નીરવ મોદી નું ભારત પ્રત્યાર્પણ ક્યારે થશે તે સંબંધી નિર્ણય એક ગુજરાતી મહિલાના હાથમાં છે. 

બ્રિટનના ગૃહ મંત્રી નું નામ પ્રીતિ પટેલ છે. અને તેઓ નીરવ મોદી ના પ્રત્યાર્પણ સંદર્ભે ના દસ્તાવેજો પર સહી કરશે. પ્રીતિ પટેલ ના માતા અને પિતા સુશીલ અને અંજના પટેલ ગુજરાતના મૂળ નિવાસી છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ લંડન માં રહે છે.

આને એક સંયોગ જ ગણવો જોઈએ કે એક ગુજરાતી વ્યક્તિ ના પ્રત્યાર્પણ નો ફેંસલો વિદેશમાં પણ એક ગુજરાતી વ્યક્તિ જ કરી રહી છે.

Leave Comments