વધુ સમાચાર

ઓક્સફેમનો ચોંકાવનારો રિપોર્ટ, વિશ્વમાં દર મિનિટે આટલા બધા લોકોના ભૂખમરાથી થાય છે મોત ; જાણો વિગતે 

Jul, 9 2021


 દુનિયામાં ભૂખમરાનું સંકટ ઘેરુ બની રહ્યુ છે અને ભોજનના અભાવે મોતને ભેટતા લોકોની સંખ્યા વધી રહી છે.

ગરીબી દૂર કરવા માટે કામ કરતા સંગઠન ઓક્સફેમનો દાવો છે કે, દુનિયામાં દર 1 મિનિટે 11 વ્યક્તિના ભૂખમરાના કારણે મોત થયા છે. 

એક વર્ષ દરમિયાન દુનિયામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરનારા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો છે.

ઓક્સફેમે કહ્યુ કે વિશ્વભરમાં 15.5 કરોડ લોકો ખાદ્ય અસુરક્ષા અથવા તેનાથી ખરાબ સંકટમાં જીવન જીવી રહ્યા છે. 

આ રિપોર્ટમાં જે દેશોને ભૂખમરાથી પ્રભાવિત લિસ્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં અફઘાનિસ્તાન, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ આંકડો ગત વર્ષથી 2 કરોડ વધુ છે. જેમાંથી બે તૃતિયાંશ લોકો એટલા માટે ભૂખનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમના દેશમાં સૈન્ય વિવાદ ચાલી રહ્યો છે.

પર્યટન સ્થળો પર ભીડ જોઈને ચોંકી ઉઠ્યા પીએમ મોદી, વ્યક્ત કરી નારાજગી, જાણો તેમણે શું કહ્યું

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )