વધુ સમાચાર

 મુસ્લિમ યુવકે વડાપ્રધાનને શું કહ્યું? અને તે પણ કાનમાં!! રાઝ છેક અત્યારે ખુલ્યો.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ ૨૦૨૧

બુધવાર

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રચારમાં વ્યસ્ત છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બંગાળની એક સભામાં જઈ રહ્યા હતા ત્યારે એક મુસ્લિમ યુવક તેમની નજીક આવ્યો હતો અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ત્યારે હેલિકોપ્ટરનો ખૂબ મોટો અવાજ આવ્યો હોવાને કારણે વડાપ્રધાન ને જે કહી રહ્યો હતો તે સંભળાતુ નહોતું. આથી કે વડાપ્રધાન ની નજીક ગયો અને તેના કાનમાં કહ્યું. 

જ્યારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાઇરલ થઇ ત્યારે ઘણા લોકોએ આને પબ્લિસિટી સ્ટંટ જણાવ્યો. ઘણા લોકો એવી કોમેન્ટ કરી કે આ વ્યક્તિ મુસલમાન નહીં હોય અને હિન્દુ હશે.

વેપારીઓ અને મુખ્ય મંત્રી વચ્ચે બેઠક સમાપ્ત, આગામી બે-ત્રણ દિવસમાં વેપારીઓની માગણી સંદર્ભે  નિર્ણય લેવાશે

પરંતુ હવે આ બધી વાતને પૂર્ણવિરામ આવી ગયું છે. જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા ગઈ હતી તે પોતે મુસ્લિમ છે અને તેનું નામ ઝુલ્ફિકર છે. ઝુલ્ફીકર મીડિયાની સામે પ્રસ્તુત થયો અને તેણે એ વાતની જાણકારી આપી કે પોતે જાતે મુસલમાન છે. આ ઉપરાંત તેણે વડાપ્રધાનને કાનમાં કહ્યું કે પોતે કોઈ નેતા બનવા માંગતો નથી પરંતુ રાષ્ટ્રને જે રીતે મદદ કરી શકે તે રીતે મદદ કરવા તૈયાર છે.

આમ વડાપ્રધાન મોદીના કાનમાં એક મુસ્લિમ યુવકે શું કહ્યું તેનો ભેદ અત્યારે ખુલ્યો.

Recent Comments

  • Apr, 7 2021

    Mayank

    With the god blessing that Muslim boy is lucky enough. Because uptill now no threat or fatawa is being circulated against him.

  • Apr, 7 2021

    Mayank

    With the god blessing that Muslim boy is lucky enough. Because uptill now no threat or fatawa is being circulated against him.

Leave Comments