ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021
બુધવાર
પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હોવાનો આર્શ્ર્યજનક બનાવ બન્યો છે. ચંદ્રકાંત તારે નામનો આ માછીમાર દુર્લભ કહેવાતી માછલી વેચીને કરોડપતિ બન્યો હોવાનું કહેવાય છે.
ચોમાસામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ હોય છે. નાળિયેરી પૂનમથી માછીમારો ફરી દરિયામાં માછલી પકડવા જતા હોય છે. ચંદ્રકાંત પણ લાંબા સમય સુધી માછીમારી બંધ હોવાથી ધરે રહ્યો હતો. આ દરિમાન માછીમારી પરનો પ્રતિબંધ હટતા તે અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયો હતો.
મુંબઈથી અમદાવાદ ખાલી જતી ટ્રેન ભરવા નવો નુસખો! તેજસના પ્રવાસીઓ માટે IRCTC લાવી નવી યોજના; જાણો વિગત
કુદરતનો ચમત્કાર કહેવાય તેમ તેની જાળીમાં 157 ધોલ નામની ( બ્લેક સ્પોટેડ ક્રોકેર) માછલી ફંસાઈ ગઈ હતી. જેને તેણે 1.33 કરોડ રૂપિયામાંવેચી હતી. એટલે કે એક માછલીની કિંમત 87,000 રૂપિયા થઈ હતી.